fbpx
ગુજરાત

સુરત મેટ્રોને અન્ય પરિવહન સેવા સાથે જાેડાશે

સુરતમાં મેટ્રો રેલની જુદી જુદી સાઈટની વિઝીટ કરીને પ્રતિનિધિ મંડળ દ્વાર અજીએમઆરસીના અધિકારીઓ સાથે મેરેથોન મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં ફોરેનની ફંડિંગ એજન્સી દ્વારા મેટ્રો સાથે કનેક્ટિંગ માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંગે સવાલો કરતા જીએમઆરસીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા સાથે સંકલન કરીને તમામ મેટ્રો સ્ટેશનની સાથે સીટી બસ, બીઆરટીએસ બસ, સાઇકલ શેરિંગ અને ઓટો રીક્ષા સહિતની વ્યવસ્થા કનેક્ટ કરવામાં આવશે. તેમજ એક જ ટિકિટના માધ્યમથી મેટ્રો, સીટી બસ, બીઆરટીએસ બસ વગેરેમાં મુસાફરી કરી શકાય તેવી સુવિધા અને વ્યવસ્થા ઉભી કરવાંમાં આવશે. મુસાફરોને માસ ટ્રાન્સપોર્ટેશનની પુરી સરળ સાઇકલ મળી રહે અને લોકો મહત્તમ તેનો ઉપયોગ કરતા થાય તે દિશામાં આ ર્નિણય વિચારવામાં આવ્યો છે.

એટલે કે મુસાફરો હવે એક જ ટિકિટ ખરીદીને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચી શકવામાં સરળતાથી લાભ લઇ શકશે.આવી જ એક એજન્સી ફ્રાન્સની ફ્રાંસાઈઝ ડી ડેવલપમેન્ટ (એએફડી) અને તેની શસ્ત્ર કન્સલ્ટન્ટ કેએફડબ્લ્યુ દ્વારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ૨૫૦ મિલિયન યુરો એટલે કે ૨૨૦૦ કરોડ રૂપિયા જેટલી લોન આપવા પણ તૈયારી બતાવી છે. તેથી આ બને એજન્સીનું પ્રતિનિધિ મંડળ સુરત આવી પહોંચ્યું છે. પ્રતિનિધિ મંડળ દ્વારા જુદી જુદી સાઈટની વિઝીટ કર્યા બાદ જીએમઆરસી અને સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે મિટિંગ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને મેટ્રો સ્ટેશન પર ઉતર્યા બાદ મુસાફરોને અન્ય જગ્યાએ પહોંચવા માટે આનુસંગિક કનેક્ટિવિટી માટે શું આયોજન છે ? તેવો સવાલ ફંડિગ એજન્સીના પ્રતિનિધિઓએ કરતા જીએમઆરસી દ્વારા મેટ્રો અને મહાનગર પાલિકાની માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના ઇન્ટીગ્રેટેડ પ્લાન અંગે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts