અમરેલી

લીલીયા મોટા રેલવે સ્ટેશન ખાતે પુનઃ રેલ ટિકિટ રિઝર્વેશન સુવિધા ચાલુ થઈ

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફ થી હંમેશા જિલ્લાના વિકાસ માટે સરકારશ્રીમાં તથા ઉચ્ચ કક્ષાએ સતત રજૂઆતો કરવામાં આવે છે અને જેમાં તેઓ સફળતા પણ મેળવે છે.

સાંસદશ્રીએ મહુવા-સુરત ટ્રેનને દૈનિક ચલાવવાની મંજૂરી અપાવ્યા થી લઇ લીલીયા મોટા સ્ટેશન ખાતે સ્ટોપ અપાવ્યા બાદ મુસાફરોની સુવિધાને ધ્યાને લઇ સાંસદશ્રીએ લીલીયા મોટા સ્ટેશન ખાતે બંધ કરવામાં આવેલ ટિકિટ રિઝર્વેશન સુવિધા કેન્દ્ર પુનઃ ચાલુ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ હતી. જેના ફળ સ્વરૂપે રેલવે વિભાગ તરફ થી આજ તા. 23.10.2021 થી લીલીયા મોટા સ્ટેશન ખાતે ટિકિટ રિઝર્વેશન સુવિધા કેન્દ્ર પુનઃ ચાલુ કરવામાં આવેલ છે.

Related Posts