ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત કવિશ્રી ડી. સિંઘ સિસોદિયાના કાવ્યસંગ્રહ ‘સિંહનાદ’નું વિમોચન પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના વરદ હસ્તે થયું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીએ વક્તવ્ય આપ્યું હતું. સુપ્રસિદ્ધ ગાયિકા માયા દીપક, ડૉ. ફાલ્ગુની શશાંક, ડૉ. કૃતિ મેઘનાથી, ડૉ. નરેન્દ્ર શાસ્ત્રી, ડૉ. ડિમ્પલ વ્યાસે ગુજરાતી ગીતોનાં તદ્દન નવા સ્વરાંકન પ્રસ્તુત કર્યા હતા. સુપ્રસિદ્ધ વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ડૉ. અશ્વિન આણદાણીએ સંચાલન કર્યું હતું.
Recent Comments