વૈશ્વિક નિયમો કોઇ એક દેશ દ્વારા લખાયેલા ન હોય :ચીન
ચીનના વિદેશમંત્રી વેંગ યીએ મધ્યપૂર્વમાં આવેલાં કતારના પાટનગર દોહા ખાતે તાલિબાબોના પ્રતિનિધિઓને સોમવારે મળવાના હતા. તાલિબાનોના પ્રતિનિધિઓની ચીનના વિદેશમંત્રી સાથેની આ વાટાઘાટો સોમ અને મંગળ એમ બે દિવસ યોજાવાની છે જે દરમ્યાન અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ વિશે વિશેષ ચર્ચા હાથ ધરાય એવી શક્યતા રહેલી છે.ચીનની પ્રમુખ શી જિન પિંગે સોમવારે કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ જેનો અમલ કરે છે તે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું અવલોકન કોઇપણ જાતના ભેદભાવ રાખ્યા વિના વિશ્વના તમામ દેશો દ્વારા રજૂ થવું જાેઇએ અને વૈશ્વિક નિયમો ક્યારેય કોઇ ેક દેશ દ્વારા લખાયેલા હોઇ શકે નહીં. ચાઇનીઝ નેતાએ આ મુજબનું નિવેદન કરીને પરોક્ષ રીતે તેના કટ્ટર હરિફ એવા અમેરિકા ઉપર ગર્ભિત નિશાન તાક્યું હતું. અન્ય એક ઘટનાક્રમમાં ચીચની સરકારના પ્રતિનિધિઓ કતારના પાટનગર દોહા ખાતે તાલિબાબોના પ્રતિનિધિઓને રૂબરૂ મળી રહ્યા છે અને તેઓની સાથે મંત્રણાઓ કરવાની યોજના ધરાવે છે. યુનાઇટેડ નેશન્સની સલામતિ સમિતિમાં કાયમી સભ્ય તરીકે ચીનને મળેલી બેઠકની ૫૦મી જયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત ેક કોન્ફરન્સને સંબોધતા શી જિન પિંગે કહ્યું હતું કે અમે યુનાઇટેડ નેશન્સની સત્તા અને ન્યાયિક હકુમતનું સન્માન કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે યુએનના પાંચ કાયમી સભ્યોને વીટોની સત્તા આપવામાં આવી છે. વિશ્વના દરેક દેશોએ યુનાઇટેડ નેશન્સની સત્તા અને ન્યાયિક હકુમતનું સન્માન કરવું જાેઇએ, કેમ કે યુએનના બંધારણમાં દર્શાવેલા સિદ્ધાંતો અને હેતુઓ આધારિત આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત ધારા-ધોરણો અને કાયદાઓ નક્કી થતાં હોય છે એમ તેમણે કહ્યું હતું. અમેરિકા અને તેના સાથી રાષ્ટ્રો ઉપર ગર્ભિત હુમલો કરતાં ચાઇનીઝ નેતાએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદાઓ યુનાઇટેડ નેશન્સના નોંધાયેલા ૧૯૩ સભ્ય દેશો દ્વારા બનાવેલા હોવા જાેઇએ, તે અંગેનો ર્નિણય કોઇ એક રાષ્ટ્ર કે કેટલાંક દેશોનું બનેલું કોઇ એક જૂથ કરી શકે નહીં.
Recent Comments