સામન્થા છુટાછેડા લીધા પછી કામ શરૂ કરી દીધું
સાઉથની અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુએ છુટાછેડા લીધા પછી તે ફરીથી કામે વળગી છે. હવે પછી તે ડ્રીમ વોરીયર પિકચર્સની એક ફિલ્મમાં જાેવા મળવાની છે. આ ફિલ્મનું નામ હવે પછી નક્કી થશે. આ પ્રોડકશન હાઉસની ત્રીસમી ફિલ્મ છે. ફિલ્મને શાંતરૂબન જ્ઞાનશેખરન ડિરેકટ કરી રહ્યા છે. આ ફિલ્મ તામિલ અને તેલુગુ એમ બે ભાષામાં બનાવવામાં આવશે. નિર્માતાએ ફિલ્મનું પોસ્ટર રજૂ કરી દીધુ છે, જેમાં સામન્થા જાેવા મળી રહી છે. સમન્થાની ‘શકુંતલમ’ હાલમાં પોસ્ટ પ્રોડકશનમાં છે. એ ફિલ્મનું તેણે ડબિંગ પણ શરૂ કરી દીધું છે. સામન્થાનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર મુકીને ડ્રીમ વોરિયર પિકચર્સે કેપ્શન આપી છે કે અમને સામન્થા સાથેની ફિલ્મની જાહેરાત કરવાની ખુશી છે. સામન્થા છેલ્લે મનોજ બાજપાઇ સાથે ફેમિલીમેન-૨ વેબ સિરીઝમાં જાેવા મળી હતી. જેમાં તેના કામના ખુબ વખાણ થયા હતાં.
Recent Comments