અમરેલી

સાવરકુંડલા શહેરમાં પેસેન્ટર શાળા નંબર ૧ માં રાજ્ય પરીક્ષા બોર્ડ અંતર્ગત યોજાયેલી ચિત્ર મહોત્સવના અનુસંધાને શાળાનાં બાળકોએ શ્રેષ્ઠ ચિત્ર દોરી શાળાની આ સ્પર્ધામાં ઓનલાઈન ભાગ લીધો..

સાવરકુંડલા શહેરમાં આવેલ પેસેન્ટર શાળા નંબર ૧ માં જી.આઈ.ઈ.ટી.ચિત્ર મહોત્સવ અંતર્ગત અહીં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક, માધ્યમિક ચિત્રકામ અનુસંધાને બાળકોમાં ચિત્રની કલાનો વિકાસાર્થે ચિત્રકલા મહોત્સવ અંતર્ગત અહીં સાવરકુંડલા પેસેન્ટર શાળા નંબર ૧ માં વિવિધ પ્રકારના ચિત્રો બાળકો દ્વારા દોરીને રાજ્ય કક્ષાના આ મહોત્સવમાં આ ચિત્રો રાજ્યકક્ષાના ચાત્ર સ્પર્ધામાં સામેલ કરવામાં આવશે.આ શાળા દ્વારા ભાત ચિત્ર, ચિત્ર સંયોજન અને પ્રકૃતિ ચિત્ર એમ કુલ ત્રણ પ્રકારનાં ચિત્રોને ગુગલ ફોર્મમાં મોકલવાના હતાં. શાળામાં ભાત ચિત્રો ૧૬  ચિત્ર સંયોજન ૮ અને પ્રકૃતિ ચિત્ર ૮ એમ કુલ ૩૨ બાળકોએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધાનાં પ્રોજેક્ટ કો-ઓરડીનેટર તરીકે શિલ્પાબેન દેસાઈએ બાળકોને માર્ગદર્શન આપેલ સંકલન કરીને હિતેષભાઈ જોષીએ ગુગલ ફોર્મ પર ઓનલાઈન એન્ટ્રી કરેલ. નમ્રતાબેને પણ આ સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. શાળાનાં આચાર્ય મહેશભાઈ જાદવે પ્રેરણા અને પ્રોત્સાહન આપેલ તથા ધોરણ ૧ થી ૫ ના તમામ શિક્ષકોએ શાળાનાં બાળકોને તેની ચિત્રકલા અંગે બિરદાવ્યાં હતાં. *આ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન દેસાઈએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તેમના તરફથી એક બોલપેન સાવરકુંડલા શહેરનાં પત્રકાર બિપીનભાઈ પાંધીનાં હસ્તે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પત્રકાર બિપીનભાઈ  પાંધીએ બાળકોને જીવનમાં પ્રગતિ કરવા માટે બાળપણથી જ એક લક્ષ્ય નક્કી કરી તેને સિધ્ધ અને સાકાર કરવા માટે અવિરત પ્રયાસ કરવાની શીખ પણ આપી આજનાં ડીઝીટલ હાઈટેક યુગમાં ટેકનોલોજીનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી જીવનનું નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શુભાશિષ પાઠવેલા.

Follow Me:

Related Posts