રાષ્ટ્રીય

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૭ કેસ

કોરોના રસીના બન્ને ડોઝ નિશ્ચિત સમયગાળા વચ્ચે આપવામાં આવી રહ્યા છે. જાેકે સરકારના આંકડા અનુસાર દેશભરમાં ૧૧ કરોડ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તો લીધો હતો જાેકે બીજાે ડોઝ નથી લીધો. આ ૧૧ કરોડ લોકોમાંથી ૩.૯૨ કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો તેને છ સપ્તાહથી વધુનો સમય વીતી ગયો છે જ્યારે ૧.૫૭ કરોડ લોકોને ચારથી છ સપ્તાહનું મોડુ થઇ ગયું છે. તેવી જ રીતે ૧.૫૦ કરોડ લોકોને રસીનો બીજાે ડોઝ લેવામાં બેથી ચાર સપ્તાહનું મોડુ થયું છે. ભારતમાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે પણ બીજી તરફ હવે કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સાત નવા કેસો સામે આવ્યા છે. જેને પગલે તંત્ર દોડતુ થઇ ગયું છે. જાેકે આ વેરિઅન્ટને કારણે નવા કોઇ મોત નથી નિપજ્યા. પણ મોટા ભાગનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે દિલ્હીમાં પહેલી નવેમ્બરથી સ્કૂલ, કોલેજાેને ફરી ખોલવામાં આવી રહી છે. દિલ્હીમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગુ કરાયું હતું જેથી ૧૯ મહિનાથી રાજ્યની સ્કૂલ અને કોલેજાે બંધ હતી, જેને આખરે પહેલી નવેમ્બરથી ખોલવામાં આવી રહી છે. જાેકે વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ સ્કૂલ કોલેજાેમાં આવવાનો ર્નિણય લેવાનો રહેશે કોઇ પર તેના માટે દબાણ કરવામાં નહીં આવે. હાલ કેટલાક રાજ્યોમાં કેસો બહુ જ ઓછા સામે આવી રહ્યા હોવાથી સ્કૂલ કેલોજાે ખુલી રહ્યા છે જ્યારે બીજી તરફ કેટલાક રાજ્યો પ્રતિબંધો લાગુ કરવાની તૈયારીમાં છે. કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સાત નવા કેસ સામે આવતા ફરી પ્રતિબંધો લાગુ કરવાની તૈયારીમાં છે. અન્ય રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ, બિહાર, કેરળ વગેરેમાં પણ પ્રતિબંધોની તૈયારી ચાલી રહી છે. કેરળમાં કોરોનાના નવા ૯૪૪૫ કેસો સામે આવ્યા હતા જેમાં ૯૩ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૬૭૨૩ લોકોને સાજા કરી લેવાયા છે. જ્યારે દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩ હજાર ૪૫૧ કેસો સામે આવ્યા છે. મંગળવારે ૫૮૫ લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા હતા. જાેકે એક જ દિવસમાં ૧૪૦૨૧ લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા છે. બીજી તરફ એક્ટિવ કેસ છેલ્લા ૨૪૨ દિવસમાં ઘટીને ૧.૬૨ લાખે પહોંચ્યા છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગના જિલ્લાના સોનારપુર મ્યુનિ. વિસ્તારમાં ત્રણ દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દુર્ગા પૂજા બાદ બંગાળમાં કોરોનાના કેસોમાં એક વખત ફરી વધારો જાેવા મળ્યો છે. હાલ બંગાળના આ જિલ્લામાં ૫૮ માઇક્રો કંટેનમેંટ ઝોન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ બિહારમાં છઠ પૂજાની તૈયારી ચાલી રહી છે, જેને પગલે રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે છત્તીસગઢમાં હાલ બેગણી ઝડપથી કોરોનાના મામલા સામે આવી રહ્યા છે. અહીં છેલ્લા સાત દિવસથી દરરોજ કોરોનાના ૨૯ કેસો સામે આવી રહ્યા છે.

Related Posts