રાષ્ટ્રીય ફ્લ્મિ પુરસ્કાર વિજેતા કંગનાએ આંદામાન ટાપુ પર કાલા પાની જેલમાં વીર સાવરકર સેલની મુલાકાત લીધી હતી. કંગના જેલની કોટડીમાં પહોંચી જ્યાં સાવરકરને કેદ કરવામાં આવ્યા હતા. કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે સાવરકરના ચિત્રની સામે ધ્યાનની મુદ્રામાં બેઠેલી જાેવા મળે છે. બીજી તસવીરમાં તે તસવીર સામે માથું નમાવતી જાેવા મળે છે. કંગનાએ જેલ પરિસરની એક તસવીર પણ શેર કરી છે. સેલની બહાર એક તકતી છે જેમાં સાવરકરને રાખવામાં આવ્યા હતા, જેના પર લખેલું છે કે વિનાયક દામોદર સાવરકર આ સેલમાં ૧૯૧૧થી ૧૯૨૧ સુધી રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોની સાથે કંગનાએ લખ્યું ‘આજે પોર્ટ બ્લેર, આંદામાન આઇલેન્ડ સ્થિત કાલા પાની સેલ્યુલર જેલમાં વીર સાવરકર સેલની મુલાકાત લીધી. હું અંદરથી હલી ગઈ. જ્યારે અમાનવીયતા ચરમસીમા પર હતી ત્યારે સાવરકરજીના રૂપમાં માનવતા ટોચ પર હતી અને દરેક ક્રૂરતા સામે આંખ આડા કાન કરીને પ્રતિકાર અને નિૃય સાથે લડયા હતા.’ સાવરકરની ૧૩૮મી જન્મજયંતી પર સ્વતંત્ર વીર સાવરકર નામની બોલિવૂડ ફ્લ્મિની પણ જાહેરાત કરવામાં આવી છે, જેનું નિર્દેશન મહેશ માંજરેકર કરી રહ્યા છે. ફ્લ્મિના નિર્માતા સંદીપસિંહ છે.
કંગનાએ આંદામાનની જેલની મુલાકાત લઈ સાવરકરને યાદ કર્યા

Recent Comments