અમરેલી

અગાઉ શહેરથી દુર જમીન ફાળવેલ તે નીર્ણય બદલાવી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની રજુઆત ને કારણે બાબરા સરકારી કોલેજ ને શહેરમાં જ જમીન ફાળવતી ભાજપ સરકાર

બાબરામાં સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ છેલ્લા ઘણા વર્ષો થી હાઈસ્કૂલ નાં બીલ્ડીંગ માં બેસે છે. કોલેજમાં સંખ્યા પણ ખુબ સારી છે. કોલેજનું પોતાનું બીલ્ડીંગ બનાવવા માટે અગાઉ નીલવડા રોડ ઉપર જીઆઈડીસી થી પણ આગળ જમીન ફાળવેલ હતી. પરંતુ આ જગ્યા શહેરથી દુર હોવાને લીધે વીદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુબ કચવાટ હતો. ખાસ કરીને દીકરીઓ ની સલામતી નો પ્રશ્ન હોવાથી શહેરની અને ગામડાઓમાંથી આવતી વીદ્યાર્થીની બહેનો વાલીઓ કોલેજ આવવા દે કે કેમ એ મોટો પ્રશ્ન હતો. આથી વીદ્યાર્થી ઓ અને વાલીઓની રજુઆત ને ધ્યાને લઈ બાબરાનાં જ જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, સંઘ અગ્રણી ભરતભાઈ રાદડીયા અને પ્રીન્સીપાલએ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાને રૂબરૂ મળી રજુઆત કરી હતી. ત્યાર બાદ ગાંધીનગર મુકામે શીક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને રજુઆત કરતા તેમણે અંગત રસ લઈ વીભાગ અને અમરેલી કલેકટરને સુચના આપેલ. સરકારનાં મહેસુલમંત્રી ને પણ આ બાબતે રજુઆત અને ભલામણ કરેલ.
આ બધી રજુઆતને સફળતા મળતા સરકાર અને કલેકટરશ્રીએ જરૂરી કાર્યવાહી કરી કમળશી હાઈસ્કુલનાં કેમ્પસમાં જ પડેલી ફાજલ જમીનમાંથી કોલેજને જરૂરી જમીન ફાળવવાનો હુકમ કર્યો છે. આ સમાચાર મળતા સમગ્ર બાબરા પંથકનાં વીદ્યાર્થી ઓ અને વાલીઓમાં હર્ષ અને લાગણી પ્રસરી છે. આ માટે તેઓ કૌશીકભાઈ વેકરીયા, ભાજપની રાજય સરકાર અને ભાજપનાં આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માને છે.

Related Posts