સૌરાષ્ટ - કચ્છ

પુષ્ય નક્ષત્રમાં રાજકોટમાં ૧૨૫ કિલો સોનું ખરીદાયું

કોરોના બાદ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ખરીદી નીકળી છે. ગુરુવારે ધારણા કરતા ડબલ વેપાર થતા વેપારીઓના ચહેરા પર દિવાળીની ચમક અને રોનક જાેવા મળી હતી. જાેકે આજથી શરૂ થયેલી ખરીદી હવે ફેબ્રુઆરી સુધી ચાલશે તેવો વિશ્વાસ વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. લાઇટ વેઈટ જ્વેલરીમાં રોઝ ગોલ્ડ, પેન્ડેટ,રિંગ, ઈયરિંગ, નેકલેસ,એન્ટિક જ્વેલરીની વધુ ડિમાન્ડ રહી હતી. આ સિવાય લગડીની ખરીદી પણ લોકોએ કરી હતી. ગુરુવારે રાજકોટ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો ખરીદી માટે આવ્યા હતા. તેમ સોની વેપારી મનોજભાઈ રાણપરા જણાવે છે.જાેકે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો ઈમર્જન્સીમાં સોનું ગીરવે મૂકીને પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરી હતી. જેને કારણે હવે કોરોના બાદ સોનામાં રોકાણ કરનાર વર્ગનું પ્રમાણ પહેલા કરતા વધ્યું. આ કારણોસર સોનામાં રોકાણની દૃષ્ટિએ વધુ ખરીદી થઈ રહી છે.ગુરુપુષ્ય નક્ષત્ર બાદ હવે વેપારીઓએ ધનતેરસ અને દિવાળી માટે એડવાન્સ તૈયારી કરી લીધી છે.

સોનીબજાર સિવાય રિઅલ- એસ્ટેટ, ઈલેક્ટ્રોનિક- ઈલેક્ટ્રિક, વાસણ બજાર, કપડાં બજાર, હોમ ડેકોરેશન વગેરેમાં ખરીદી થઇ હતી.ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં રાજકોટના લોકોએ સોના-ચાંદીની ખરીદી મનભરીને કરી. સોનીબજાર, પેલેસ રોડ, યાજ્ઞિક રોડ પર આવેલી સોના-ચાંદીની દુકાનો પર સવારે ૮.૦૦ કલાકથી લોકો ખરીદી માટે પહોંચી ગયા હતા અને રાત્રિના ૮.૦૦ સુધી ખરીદી માટે લોકોનો ધસારો રહેતા ૧૨ કલાકમાં રાજકોટના લોકોએ રૂ.૬૨ કરોડથી વધુ સોનાની ખરીદી કરી હતી. તેમજ લગ્નની સિઝનને કારણે ફેબ્રુઆરી સુધીના એડવાન્સ ઓર્ડર પણ બુક થઇ ગયા હતા. લોકોએ સોનાની ચૂંકથી લઇને સોનાની લગડી, સિક્કા અને કેટલાક લોકોએ બિસ્કિટની ખરીદી કરી હતી. જે ખરીદી થઇ એમાં લગ્ન અને રોકાણ માટેની ખરીદીનો રેશિયો એકસરખો એટલે કે ૫૦-૫૦ ટકા રહ્યો હતો. હજુ ધનતેસ- દિવાળીમાં પણ સારા વેપારની આશા છે. સોનાના ભાવને કારણે લોકોમાં લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ વધુ રહી હતી. તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના ફાઉન્ડર ચેરમેન પરેશભાઈ આડેસરા જણાવે છે.

Related Posts