fbpx
ભાવનગર

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને ભાવનગર એરપોર્ટ ખાતે આવકારતાં રાજ્યપાલશ્રી તથા મહાનુભાવો

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌરે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિશ્રી ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં બાદ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરમાં ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં તલગાજરડા ગામ ખાતે જવાં રવાના થયાં હતાં.

Follow Me:

Related Posts