fbpx
ભાવનગર

ભાવનગર ખાતે ગૌશાળાની મુલાકાત લેતાં રાજ્યપાલ

 ગાયનો માવજત- નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વગેરે વિશે માહિતગાર થતાં રાજ્યપાલશ્રી

        રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે ભારતના રાષ્ટ્રપતિશ્રી રામ નાથ કોવિંદજીને વિદાય આપ્યાં બાદ ભાવનગરની ગૌશાળાની મુલાકાત લીધી હતી.

રાજ્યપાલશ્રીએ ગૌશાળાના સંચાલકશ્રી પ્રદિપસિંહ રાઓલ પાસેથી ગાયની માવજત- નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વગેરે વિશેની માહિતી મેળવી હતી.

તેમણે સમગ્ર ગૌશાળામાં ફરીને ગાયોનું નિરીક્ષણ કર્યું હતું. આ ગૌશાળામાં ૫૦૦ કરતાં વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલશ્રીનો ગાય પ્રત્યેનો અનુરાગ જાણીતો છે. તેઓ અવાર- નવાર સમય મળે ત્યારે ગૌશાળાની મુલાકાત લેતાં હોય છે અને ગૌવંશ વિશેની ઉપયોગી માહિતીનું આદાન- પ્રદાન કરતાં હોય છે.

 રાજ્યપાલશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, એક દેશી ગાયની મદદથી ૩૦ એકર પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે.

Follow Me:

Related Posts