fbpx
ગુજરાત

દિવાળીમાં વેકેશન કરી આવતા ફરીથી કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે

સુરતના લોકો દિવાળીના વેકેશનમાં વિવિધ રાજ્યોમાં ફરીને પરત આવે ત્યારે તેઓએ કોરોના ટેસ્ટ, ઇ્‌-ઁઝ્રઇ ફરજિયાત કરવાનો રહેશે એવંુ જાહેર કરાયંુ છે. જેને પગલે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ જેવા શહેરોના મ્યુનિસિપલ કમિશનરો પણ વિચારતા થઈ ગયા છે. એટલુંરૂ જ નહીં, અન્ય બાબુઓ પણ ચર્ચા કરી રહ્યાં છે કે, વાસ્તવમાં તો આ નીતિવિષયક ર્નિણય છે. જેથી સમગ્ર રાજ્યના લોકો માટે આ પ્રકારનો ર્નિણય લેવાનો હોય અને આવો ર્નિણય સરકાર સ્તરેથી જ લેવાનો થાય છે. સચિવાલયમાં હાલમાં એક જ ચર્ચા થઈ રહી છે કે, આ ર્નિણય લીધો કોણે ? બીજી બાજુ સરકારના આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓએ તમામ લોકો માટે આ પ્રકારનો ર્નિણય લેવા માટેની વિચારણા કરવા બેઠકનો ધમધમાટ શરૃ કર્યો છે. જાે કે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે જાેવાનું એ રહે છે કે, આવો ર્નિણય રાજ્યના તમામ આઠ મહાનગરો માટે લેવાય છે કે નહીં.

Follow Me:

Related Posts