fbpx
બોલિવૂડ

મહેનત વગર અહિ સપના સાકાર થતાં નથી : રિધ્ધીમા

ટીવી પરદાના શો બહુ હમારી રજનીકાંતમાં મુખ્ય ભુમિકા ભજવી રિધ્ધીમા પંડિત ઝડપથી સફળતા મેળવી ચુકી છે. અભિનેત્રી બન્યા પહેલા રિધ્ધીમા બોલીવૂડના સ્ટાર્સનું મેનેજમેન્ટનું કામ કરતી હતી. રિધ્ધીમાએ કહ્યું હતું કે મેં બહુ નાની ઉમરે નોકરીની શરૂઆત કરી દીધી હતી. ૨૦૧૧માં મેં બિપાશા બાસુ, રિતીક રોશનની મેનેજર તરીકે કામ કર્યુ હતું. એ પછી ઓગણીસ વર્ષની વયે મં નાટકોમાં કામ ચાલુક ર્યુ હતું. એ કામ છોડી કલાકારોના એજન્ટ તરીકે કામ કરવાની સાથે ઓડિશન આપવાનું ચાલુ રાખ્યું હતું. એક સમયે મને મેકઅપ કરતાં પણ નહોતું આવડતું ત્યારે હું અભિનયના ફિલ્ડમાં જવા આતુર હતી. મે અથાક પ્રયાસો કર્યા હતાં. અંતે ટીવી પરદા માટેની કેટલીક જાહેર ખબરોમાં કામ મળ્યું હતું. એ પછી મેં સોનુ સૂદને મળી અભિનય કરવાની મારી ઇચ્છા દર્શાવી હતી. તેણે મને મદદ કરી હતી અને મારુ સપનુ સાકાર થયું હતું. મહેનત વગર અહિ સપના સાકાર થતાં નથી

Follow Me:

Related Posts