fbpx
અમરેલી

બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ૩૦ નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

અમરેલી જવાહર નવોદય વિદ્યાલય એ ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શિક્ષણ વિભાગ હસ્તક ચાલતી એક સ્વાયત સંસ્થા છે. જેમાં ધોરણ-૬ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પસંદગી પરીક્ષા તા.૩૦/૦૪/૨૦૨૨ના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. આ માટે પ્રવેશ પરીક્ષા અંગેના અરજીપત્રકો ઓનલાઇન ભરવાની છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૧ છે. આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છતા હાલ શૈક્ષણિક વર્ષ-૨૦૨૧-૨૦૨૨ માં જિલ્લાની સરકાર માન્ય શાળામાં ધોરણ-૫માં અભ્યાસ કરતાં અને અન્ય જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પરીક્ષા અંગેના ઓનલાઇન અરજીપત્રકો જવાહર નવોદય વિધાલયની વેબસાઇટ www.navodaya.gov.in પરથી ભરી શકાશે. વધુ માહિતી મેળવવા માટે જવાહર નવોદય વિદ્યાલય બાબાપુરનો સંપર્ક કરવાનો રહેશે.

Follow Me:

Related Posts