વિશ્વમાં કોરોના સંક્રમિતની સંખ્યા ૫૦ લાખનો આંકડો વટાવ્યો
દુનિયામાં રસીકરણની ઝૂંંબેશમાં પણ નાણાંએ મોટી ભૂમિકા ભજવી છે. ધનિક દેશોેએ કોરોના રસી અંકે કરી લીધી અને બે ડોઝ આપ્યા બાદ તેઓ હવે બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યા છે તેની સામે ગરીબ આફ્રિકા ખંડમાં ઘણાં લોકોને રસીનો પહેલો ડોઝ પણ નસીબ થયો નથી.ઓસ્ટ્રેલિયાએ રસીકરણનો દર વધારે હોવાથી ઇન્ટરનેશનલ પ્રવાસીઓને માટે સરહદો ખોલી છે. એજ રીતે ઓસ્ટ્રેલિયનો પણ કોરોનાની રસીના બંને ડોઝ લીધા બાદ કોઇ કારણ આપ્યા વિના વિદેશ પ્રવાસ કરી શકશે. કોરોનાની રસી મેળવનારા ઓસ્ટ્રેલિયનો પણ હવે બે અઠવાડિયા ક્વોરન્ટાઇનમાં રહ્યા વિના જ ઘરે જઇ શકશે. હવે આ જાેગવાઇ જેમણે રસી ન લીધી હોય તેમને જ લાગુ પાડવામાં આવે છે. સિડનીના એરપોર્ટ પરથી સોમવારે ૧૬ ફલાઇટ આવશે અને ૧૪ ફલાઇટ રવાના થશે. થાઇલેન્ડ પણ સોમવારથી તેની સરહદો ખોલી રહ્યું છે. કોરોનાની રસીના બંને ડોઝ લેનારા ૪૬ દેશોના પ્રવાસીઓએ હવે ક્વોરન્ટાઇનમાં રહ્યા વિના મુક્ત પણે ફરી શકશે.કોરોનાના ચેપને કારણે ૨૮૮૫ જણાના મોત થવાને પગલે દુનિયામાં કોરોના મહામારીમાં મરણ પામનારાની સંખ્યા ૫૦,૧૭,૬૯૪ થઇ છે. બે વર્ષથી ઓછા સમયગાળામાં આ મહામારીએ ગરીબ દેશોમાં વિનાશ વેર્યો છે તો ઉત્તમ આરોગ્ય તંત્ર ધરાવતાં ધનિક દેશોનો મદ પણ ઉતારી નાંખ્યો છે. ઉચ્ચ અને મધ્યમ આવક ધરાવતાં ટોચના ચાર વિસ્તારો યુએસએ, યુરોપિયન યુનિયન, બ્રિટન અને બ્રાઝિલમાં દુનિયાની આઠમા ભાગની વસ્તી છે પણ અડધા કરતાં વધારે કોરોના મોત આ વિસ્તારોમાં થયા છે. યુએસમાં જ સૌથી વધારે સાડા સાત લાખ કરતાં વધારે લોકોના મોત થયા છે. હાલ કોરોના વાઇરસ રશિયા, યુક્રેઇન અને યુરોપના અન્ય ભાગને ધમરોળી રહ્યો છે. અફવા, ખોટી માહિતી અને સરકારો પ્રતિ અવિશ્વાસ હોવાથી રસીકરણની પ્રક્રિયા ખોરવાઇ ગઇ છે. યુક્રેઇનમાં માત્ર ૧૭ ટકાએ તો આર્મેનિયામાં માત્ર સાત ટકા લોકોએ જ કોરોનાની રસી લીધી છે. ભારતમાં મે મહિનામાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે વિનાશ સર્જાયો પણ હવે ભારતમાં તેના કરતાં ધનિક રશિયા, યુએસ અને બ્રિટન કરતાં હાલ ઓછા દૈનિક મોત નોંધાઇ રહ્યા છે. સમૃદ્ધિ અને આરોગ્ય વચ્ચે કોઇ સંબંધ જ ન હોય એ રીતે કોરોના મહામારીએ વિનાશ વેર્યો છે તે વિરોધાભાસ આગામી વર્ષો સુધી ચર્ચા-વિચારણાનો વિષય બની રહેશે. પણ મોટાભાગના દેશોમાં કોરોનાના ચેપ અને મોતના આંકડાની સરખામણી કરીએ તો ગરીબોને ધનિકોની સરખામણીમાં વધારે સહેવું પડયું છે. આફ્રિકામાં ૧.૩ અબજની વસ્તીમાં માંડ પાંચ ટકા વસ્તીને જ કોરોનાની રસીના બંને ડોઝ મળ્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં ૨૦ મહિના બાદ પહેલીવાર દેશની સરહદો ખોલવામાં આવતાં વિદેશથી આવતાં ઓસ્ટ્રેલિયનોની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યા હતા.
Recent Comments