સારહી યુથ ક્લબ ઓફ અમરેલી તેમના નામ થી નહિ પરંતુ કામ થી સૌ કોઈ ના દિલ માં આગવી જગ્યા બનાવી છે. હંમેશા યુવાનો માટે કે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા શ્રી મુકેશભાઈ સંઘાણી ના માર્ગદર્શન નીચે અમરેલી ના યુવાનો ને હિન્દૂ સંસ્કૃતિ ના સૌથી મોટા તહેવાર દીપાવલી પર્વ પર ધનતેરસ ના દિવસે તેમના માં રહેલી કલા ને વાચા આપવા અને આપણી સંસ્કૃતિ ને તેમના રંગો થી પરિચિત કરાવવા માટે રંગાવલી 2021 રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. જેમાં અમરેલી ના યુવાનો થી લઇ વડીલો એ સૌ કોઈએ ઉત્સાહસભાર ભાગ લઇ અને તેમની અદ્ભૂત કલા અને કૌશલ્ય નું રંગો થી પ્રદર્શન કરી સૌ કોઈ ના દિલ જીતી લીધા હતા. મુકેશભાઈ સંઘાણી દ્વારા તમામ સ્પર્ધકો ને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવાની એક અનોખી પહેલ પણ કરવામાં આવી હતી. સારહી યુથ કલબ ઓફ અમરેલી દવારા યોજાયેલ રંગોળી સ્પર્ધામાં નગર પાલિકા ના પ્રમુખ મનીષાબેન રામાણી. કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા. ઉપપ્રમુખ રમાબેન મેહતા. શિક્ષણ સમિતિ ના ચેરમેન તુષારભાઈ જોશી. નગર સેવક હરેશભાઇ કાબરીયા. દિલીપભાઈ વાળા.દંડક ચિરાગભાઈ ચાવડા. મેહુલભાઈ ધોરજીયા. દિવ્યેશભાઈ વેકરિયા તેમજ અમરેલી ની કલાપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના નિર્ણાયક તરીકે દિવ્યેશભાઈ વારા અને હિરેનભાઈ રાઠોડ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવા માં આવી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભગીરથ ત્રિવેદી, કેવલભાઈ મેહતા, હિરેનભાઈ રાઠોડ, દિવ્યેશભાઈ વારા તેમજ અર્જુનભાઈ દવે દવારા કરવામાં આવ્યું હતું. સારહી યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી એ સ્પર્ધકો અને સારહી યુથ ક્લબ ઓફ અમરેલી ની ટીમ ને આ સુંદર અને સફળ કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા.
અમરેલી સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા મુકેશભાઈ સંઘાણીના માર્ગદર્શન નીચે રંગોળી સ્પર્ધા યોજાઈ

Recent Comments