fbpx
બોલિવૂડ

મને મમ્મીના પાત્રો જ મળે એ સ્વાભાવિક છેઃ સુપ્રિયા પાઠક

અભિનેત્રી સુપ્રિયા પાઠક તાજેતરમાં વેબ સિરીઝ કાર્ટેલમા અલગ જ રોલમાં જાેવા મળી હતી. એ પછી તે ફિલ્મ રશ્મિ રોકેટ અને વેબ સિરીઝ તબ્બરમાં માતાના રોલમાં જાેવા મળી છે. તે કહે છે અસલી જિંદગીમાં જે રીતે બે માતા એક સરખી નથી હોતી એમ જ પરદા ઉપર પણ આ વાત લાગુ પડે છે. તબ્બર અને રશ્મિ રોકેટની કહાની પંજાબ અને કચ્છની છે. સુપ્રિયા પાઠકે કહ્યું હતું કે હું પહેલાં તો એ કહેવા માગું છું કે આ ઉંમરે ફિલ્મ નિર્માતા મને મમ્મીનાં જ પાત્રોની ઓફર કરે એ સ્વાભાવિક છે. એક થિયેટર્સ આર્ટિસ્ટ તરીકે હું કોઈ પણ પાત્રને નાના સમજતી નથી. આપણા સિનેમામાં જ્યારે મમ્મીના પાત્રની વાત આવે ત્યારે એ કેવું હશે એ રાઇટર પર ર્નિભર રહે છે. હું માનું છું કે આપણા અભિનય દ્વારા આપણે પોતે સ્ટિરિયોટાઇપને બ્રેક કરી શકીએ છીએ. તમે ક્યારેય પણ માતાને સ્ટિરિયોટાઇપ નહીં કરી શકો, કારણ કે અસલી જિંદગીમાં બે મમ્મીઓ એકસરખી નથી હોતી એ જ રીતે પરદા ઉપર પણ બે મમ્મીઓ એક સરખી હોઇ શકે નહિ.

Follow Me:

Related Posts