fbpx
ગુજરાત

રિક્ષા ચાલકો દ્વારા પોસ્ટરો સાથે સીએનજીના ભાવ ઘટાડો નહીંતો સબસીડી આપોના નારા લગાવ્યા

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યંૂ કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે ર્નિણય લીધો છે. જે માન્ય નથી. જેથી આગામી ૧૫-૧૬ ઓક્ટોબરની હડતાળ યથાવત રહેશે. રિક્ષા ચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડા વધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. અલગ-અલગ રિક્ષાચાલક સંગઠનોએ પોતાની માંગ અને પ્રશ્નોને લઈને ઝ્રદ્ગય્ ભાવ વધારા વિરોધ સમિતિ બનાવી હતી. જેથી જે પ્રતિનિધિઓ રાજ્ય સરકારને મળવા ગયા હતા, જેમાં ખોખરા વિસ્તારના રીક્ષા ચાલકોનો સમાવેશ થાય છે, જેઓ આ લડત માટે બનાવેલ સમિતિનો ભાગ ન હતા, તેઓ પણ દાવો અન્ય રિક્ષા ચાલકો તરફથી કરવામાં આવી રહ્યો છે. જેને લઈ હવે રીક્ષા ચાલકોના આંદોલનમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે.અમદાવાદમાં રિક્ષાચાલકોનું આંદોલન યથાવત છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન નવરંગપુરાના રિક્ષાચાલકોએ મેમનગર પાસે સૂત્રોચાર સાથે ઝ્રદ્ગય્ના ભાવ વધારા મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રીક્ષા ચાલકોની મુખ્ય માંગ છે કે ઝ્રદ્ગય્નો ભાવ વધારો પરત લેવામાં આવે અથવા તો રીક્ષા ચાલકોને સબસીડી આપવામાં આવે. જેને લઇને રિક્ષાચાલકોએ પોસ્ટરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. અગાઉ રીક્ષા ચાલક સમિતિ દાવો કરી ચુક્યું છે કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે ર્નિણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં અલગ અલગ વિસ્તાર પ્રમાણે કુલ ૧૦ રીક્ષા ચાલક યુનિયન છે, જ્યારે રાજ્યભરમાં અંદાજે ૨૫ જેટલા રિક્ષાચાલકના સંગઠન કાર્યરત છે. રાજ્ય સરકારે રિક્ષાના ભાડામાં ન્યૂનતમ ભાડું ૧૫થી વધારીને ૧૮ રૂપિયા અને પ્રતિ કિલોમીટર ભાડું ૧૦ થી વધારી ૧૩ રૂપિયાની જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts