fbpx
ગુજરાત

અમદાવાદમાં દિવાળીના તહેવાર પર ૧૭૫થી વધુ જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા

દિવાળીના તહેવારમાં ફટાકડા સિવાય શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ, અને અન્ય કારણોસર ૬૫થી વધુ કોલ મળ્યા હતા જેમાં અમદાવાદના શાહપુર, નારણપુરા, કાલુપુર, બહેરામપુરા, ગોમતીપુર, ખોખરા, નારોલ, અસલાલી,વટવા, સોલા, બોડકદેવ, નવરંગપુરા, શીલજ, બોપલ, અમરાઈવાડી, ઘીકાંટા, દાણીલીમડા વિસ્તારમાં આગ લાગી હતી. દિવાળીના તહેવારોમાં આગ અકસ્માતના બનાવોમાં કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ સ્ટેન્ડ ટુ હતો. ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહિત ૩૦થી વધારે અધિકારીઓ, ૩૫૦થી વધારે ફાયર કર્મચારીઓ, ૧૦૦થી વધારે ફાયરના વાહનોનો ઉપયોગ કરી હજારો લીટર પાણીનો મારો કરી આગને ઝડપથી કાબુમાં લઈ જાન અને માલને બચાવ્યા હતા. આ વર્ષે ફાયર બ્રિગેડ દ્વારા પેટ્રોલિંગ તેમજ ૮ સ્થળે સ્ટાફ મુકવામા આવ્યા હતા. જેના કારણે આગની ઘટના મોટી થતા ટાળી શકાઇ છે.કોરોના મહામારીના કારણે ગત વર્ષે દિવાળીના તહેવારોમાં ડરના કારણે ફટાકડા ઓછા ફૂટ્યા હતા. જાે કે આ વર્ષે કોરોનાના ડર વગર લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડતા અમદાવાદ શહેરમાં આગના બનાવો વધારો નોંધાયો છે. દિવાળીના તહેવારોના ૭ દિવસોમાં અમદાવાદમાં ૧૭૫થી વધુ આગના કોલ અમદાવાદ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મળ્યા છે. ફટાકડાના કારણે આગ લાગી હોવાના અંદાજે ૭૦ ટકા કોલ હતા. જાે કે સારી વાત એ છે કે કોઈ મોટી આગનો બનાવ કે ફટાકડાના કારણે જાનહાનિ થઈ હોય એવી ઘટના અમદાવાદ શહેરમાં બની નથી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ અમદાવાદમાં દર વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન ૮૦થી ૯૦ જેટલા કોલ નોંધાતા હતા. જેની સામે આ વર્ષે ૧૭૫થી વધુ આગના કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા. જેમાં ૧૨૦ જેટલા કોલ ફટાકડાના કારણે અને ૬૬ કોલ અન્ય આગની ઘટનાના નોંધાયા.૧ નવેમ્બરથી લઈને ૭ નવેમ્બર સુધીમાં કુલ ૧૭૫થી વધુ કોલમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે સૌથી વધુ કોલ મળ્યા હતા. દિવાળીના દિવસે ૩૪ અને બેસતા વર્ષના દિવસે ૫૦ જેટલા કોલ મળ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ આગના ૬૫થી વધુ બનાવ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ બન્યા હતા. ફાયરબ્રિગેડ મુજબ અમદાવાદ શહેરમાં દરીયાપુર, કાલુપુર, બાપુનગર,ઓઢવ, ગોમતીપુર,વટવા, મણિનગર, નારોલ,અસલાલી, નરોડા,ચાંદખેડા,નારણપુરા,રાણીપ,વાસણા, પ્રહલાદનગર, સાબરમતી,ગોતા વિસ્તારમાં આગના કોલ મળ્યા હતા. જેમાં મકાનમાં ૨૪, ફેક્ટરીમાં ૧૨, કચરામાં ૫૯ વાહનમાં ૦૫, દુકાનમાં ૦૯, ગોડાઉનમાં ૦૮, ફટાકડાની લારીમાં ૦૧, ઝાડમાં ૦૭, રેલવે ઓફિસમાં ૦૧ એમ આગના બનાવો બન્યા હતા અને ફાયરબ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફટાકડાને કારણે લાગેલી આગો ને કારણે મહદઅંશે કચરો,ફર્નિચર,મશીનરી,લાકડું,મકાનની મિલકત, ઈલેક્ટ્રીક વાયરીંગ,ઘરવખરી વગેરેને નુકસાન થયું હતું.

Follow Me:

Related Posts