સમગ્ર અમરેલી જિલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ થી ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જે નાગરીકના તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતા હોય, એટલે કે જે નાગરીક તા.૦૧/૦૧/૨૦૦૪ અથવા તે પહેલા જન્મ ધરાવતા હોય તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા.૧૪/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના રોજ ઉપસ્થિત રહેશે. વધુમાં, નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે. વધુ, સહાયતા માટે ભારતના ચૂંટણી પંચના ટોલ ફ્રી નં.૧૯૫૦ પર ફોન કરી વિનામૂલ્યે સહાયતા મેળવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટરશ્રી, અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના તમામ ૧૮ થી ૧૯ વય જૂથના યુવા મતદારો તથા જે મતદારોના નામ હજુ સુધી મતદારયાદીમાં નોંધાયેલા નથી તે તમામને મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં. ૬ ભરી, લોકશાહીને સુદ્રઢ બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા આથી અનુરોધ કરવામાં આવે છે.
Recent Comments