દામનગર શહેરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મ જ્યંતીની રંગારંગ ઉજવણી
દામનગર શહેર માં સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જ્યંતી ની તા૧૧/૧૧/૨૧ ના રોજ ભવ્ય ઉજવણી બપોર પછી શોભાયાત્રા શહેર ભર ની મુખ્ય બજારો માં ફરશે જલારામ બાપાને બપોરે અન્નકૂટ દર્શન દીપમાળા દર્શન મહાઆરતી સહિત અનેક વિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ભવ્ય જલારામ જન્મ જ્યંતી મહોત્સવ માં મહાપસાદ ના મનોરથી સ્વ મંજુલાબેન મથુરદાસ ખખ્ખર ના પુત્ર રત્ન ભાવેશભાઈ ખખ્ખર સાંજ ના પ્રસાદ મનોરથી સ્વ કમળાબેન પ્રભુદાસ ગોધિયા દ્વારા કરાશે બપોર પછી સમસ્ત રઘુવંશી સમાજ વેપાર ધંધા રોજગાર બંધ રાખશે અન્નદાન ના ઓલિયા ના જન્મ દીને અનેરો ઉત્સાહ જોવા મળ્યો
Recent Comments