દિવાળીની સાંજે મૂળ બિહારના રહેવાસી ગુડડુ યાદવે ઘર નજીક રહેતી બાળકીને નશાની હાલતમાં ઊંચકીને ૫૦૦ મીટર દૂર આવેલી અવાવરી જગ્યા પર લઈ જઈને માસૂમ પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે ૨૦૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.સુરતના પાંડેસરામાં હેવાનીયતની હદ વટાવતા કિસ્સામાં માત્ર અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં પાંડેસરા પોલીસ દ્વારા આરોપી ગુડડુ યાદવની ધરપકડ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા કોર્ટમાંથી આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
જેની સામે કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પાંડેસરા પોલીસ દ્વારા આરોપીનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે ૧૪૯ જેટલી પોર્ન કલીપ અને ફિલ્મ મળી આવી છે. જે દર્શાવે છે કે આરોપી કેટલી હદે વિકૃત માનસિકતા ધરાવતો હતો. જેના લીધે એક માસૂમ કળી ખીલતા પહેલા જ મુરઝાઈ ગઈ છે. આરોપી નું એફએસએલ ગેઇટ એનાલિસિસ કરાશે. કારણ કે સીસીટીવી કેમેરામાં આરોપીનું ચહેરો બરાબર દેખાતો નથી. જેથી આરોપી એ જ છે તે સાબિત કરવા માટે તેનું કદ, કાઠીનું એનાલિસિસ કરીને આરોપીને ચલાવીને સીસીટીવીની ચાલ સાથે સરખાવવામાં આવશે.
Recent Comments