ગુજરાત

૪ વર્ષમાં જનધન ખાતામાં ૪૮ ટકાનો વધારો નોંધાયો

ભારત હવે ફાઇનાન્સિયલ ઇન્ક્‌લૂઝન મેટ્રિક્સમાં ચીનથી આગળ છે. જાેકે, નોન-બ્રાન્ચ બીસી (બિઝનેસ કોરસ્પોન્ડન્ટ) મોડલને સુદૃઢ કરવું મહત્ત્વપૂર્ણ છે. જનધન યોજના, ડિજિટલ ઇન્ફ્રા સ્ટ્રક્ચર અને ગામે ગામ બેન્ક મિત્રને કારણે ભારતે ચીન, જર્મની અને દક્ષિણ આફ્રિકાને પાછળ છોડી દીધા છે. ભારત હવે પ્રતિ એક લાખ વયસ્કો પર બેન્ક શાખાઓની ઉપલબ્ધતા મામલામાં ચીનથી આગળ નીકળી ગયું છે. ભારતમાં હવે પ્રતિ એક લાખ વયસ્કો પર બેન્ક શાખાઓની સંખ્યા વધીને ૧૪.૭ થઈ ગઈ, જે ૨૦૧૫માં ૧૩.૬ હતી દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કની રિસર્ચ વિંગના નવેમ્બર ૨૦૨૧ના ‘ઇકોરૅપ’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે રાજ્યોમાં વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે ત્યાં ક્રાઇમ રેટ તથા દારૂ, તમાકુ જેવા નશીલા પદાર્થોની ખપતમાં ઘટાડો આવ્યો છે. એસબીઆઇના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષની ટીમે તૈયાર કરેલા રિપોર્ટ મુજબ, ‘પ્રધાનમંત્રી જન ધન ખાતા યોજનાના ખાતાની સંખ્યામાં વધારો અને આ ખાતાઓમાં બેલેન્સ રકમથી અપરાધમાં ઘટાડો નોંધાયો છે. આ જનધન આધાર મોબાઇલ ટ્રિનિટીના કારણે હોઈ શકે છે, જેણે સરકારી સબસિડીને સારી રીતે ખાતાધારકો સુધી પહોંચાડવામાં મદદ કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અને તમાકુ પાછળનો ખર્ચ રોકવામાં મદદ કરી છે.’

પણ ગુજરાતના ૨૦૧૭થી ૨૦૨૦ સુધીના ચાર વર્ષના આંકડાઓની તુલના કરીએ તો રાજ્યમાં જનધન ખાતાની સંખ્યામાં ૪૮ ટકાનો વધારો થયો છે અને તેમાં જમા રકમમાં ૭૮ ટકાનો વધારો થયો છે જેની સામે આ જ સમયગાળામાં ગુનાખોરીમાં ૧૦૯ ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં જનધન ખાતાઓની સંખ્યા વધી છે અને આ ખાતાઓમાં જમા રકમમાં પણ વધારો નોંધાયો છે તેની સામે ગુનાખોરી પણ ઘણી વધી છે. રાજ્યમાં ૩૦મી જૂન સુધીમાં કુલ ૧.૬૧ કરોડ જનધન ખાતાં ખૂલ્યાં છે. જેમાંથી ૧.૦૧ કરોડ ખાતા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે ૬૦.૭૯ લાખ ખાતા શહેરી વિસ્તારોમાં છે. તમામ ખાતાઓમાં મળીને કુલ ૬૫૮૦ કરોડ રૂપિયા જમા છે. ૮૩ ટકા જનધન ખાતાઓ આધાર કાર્ડ સાથે જાેડાયેલા છે. આ ખાતાઓમાંથી ૧૦.૩૪ લાખ એટલે કે ૬.૩૯ ટકા ખાતાં શૂન્ય બેલેન્સ વાળા છે. એસબીઆઇ અને બેન્ક ઓફ બરોડામાં જનધન ખાતામાં સૌથી વધુ રકમ જમા છે. કેન્દ્રીય નાણા મંત્રાલય મુજબ, ઓગસ્ટ ૨૦૧૪માં આ યોજના શરૂ થયા બાદથી અત્યાર સુધી ૪૩.૭૬ કરોડ જનધન ખાતાં ખોલવામાં આવી ચૂક્યા છે. મંત્રાલયના ટ્‌વીટ મુજબ, પ્રત્યેક વયસ્ક નાગરિકને બેન્કિંગ સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાનમાં ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી જન-ધન ખાતાધારકોને મફત દુર્ઘટના વીમા કવર આપનાર ૩૧.૬૭ કરોડ રૂપિયા રૂપે ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવી ચૂક્યા છે.

Related Posts