વડોદરામાં પ્રથમ ડોઝ લેવામાં માત્ર ૧૦ હજાર જેટલા લોકો જ બાકી
વડોદરા શહેરમાં બુધવારે લેવાયેલા ૨૮૬ સેમ્પલમાંથી ૮ લોકોને ડેન્ગ્યુ પોઝિટિવ નિદાન થયું હતું. જ્યારે ચિકનગુનિયાના ૧૭૦ નમૂનાઓમાંથી ૬ કેસ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ તાવના એક જ દિવસમાં ૬૬૨ કેસ આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાથી ૫૪૮ કેસ તાવના આવ્યા છે. જ્યારે શહેરમાં પાણીજન્ય રોગોના કારણે ૧૧૪ લોકો બીમાર જણાયા હતા. બુધવારે પાલિકાની વિવિધ ટીમોએ ચેકીંગ કરતા ઝાડા ઉલ્ટીના ૨૬ કેસ સામે આવ્યા છે.
તદુપરાંત ૨૦ કન્સ્ટ્રક્શન સાઈટમાં ચેકીંગ કરી ૧ સાઈટને નોટિસ આપી હતી. જ્યારે ૨ હોસ્ટેલમાં ચેકીંગ કર્યું હતું. જયારે સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના નવા ૧૨ કેસ અને ચિકનગુનીયાના ૧૧ કેસ નોંધાયા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૧૯૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૮૪ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૨૭, ઉત્તર ઝોનમાં ૧૧,૮૨૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૩૫, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૭૬ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છેવડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૨,૧૯૩ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૫૧૭ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. બુધવારે શહેરના ગોકુલનગર અને ગાજરાવાડીમાં કુલ ૪ નવા કોરોનાના કેસ આવ્યાં હતા.
વડોદરા શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો છેલ્લા કેટલાક દિવસમાં વધ્યા છે. પણ આ કેસો ઓછા ગંભીર છે. હાલમાં કુલ ૫૩ એક્ટિવ કેસો પૈકીના ૪૮ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે એક દર્દી સયાજી હોસ્પિટલમાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં માત્ર ૪ દર્દીની સારવાર ચાલી રહી છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો દર્દી દાખલ થયો ન હતો. વડોદરા શહેરમાં પ્રથમ ડોઝ માત્ર ૧૦,૫૮૩ લોકો બાકી રહ્યા છે. આજે પહેલા ડોઝનું વેક્સિનેસન ૧૦૦ ટકાએ આંક પહોંચવાની શકયતા છે. વડોદરા શહેરમાં બુધવારે ૧૮થી ૪૪ વર્ષની વયના ૨,૨૮૨ લોકોએ વેક્સિનનનો પહેલો ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે ૭,૨૯૯ લોકોએ રસીનો બીજાે ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી ૧૮ પ્લસની કેટેગરી વાળા ૮,૨૭,૪૬૨ લોકોએ રસીનો પહેલો ડોઝ અને ૫,૯૨,૯૫૭ લોકોએ બીજાે ડોઝ મૂકાવ્યો છે.
Recent Comments