કપિલ શર્માએ હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડના શૂટિંગ માટે અમિતાભ બચ્ચનને ચાર કલાક રાહ જાેવડાવી હતી. શાનદાર શુક્રવારના એપિસોડમાં કપિલની સાથે આ શોમાં સોનુ સૂદ પણ જાેવા મળશે. આ શોમાં કપિલે મસ્તી કરતાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચન તેમના ઘરે પણ મહેમાનોને ‘કૌન બનેગા કરોડપતિ’સ્ટાઇલમાં આવકારે છે. તેઓ મહેમાનોને દરેક બાબત માટે ચાર ઓપ્શન આપે છે અને કહે પણ છે કે તેઓ એમાં તેમને કોઈ મદદ નહીં કરી શકે. આ દરમ્યાન અમિતાભ બચ્ચને પણ તેની ખિંચાઈ કરતાં કહ્યું હતું કે ‘આજ આપ ઠીક ટાઇમ પે આએ હૈં. આપકો હમેં મિલના થા બારા બજે, ઠીક સાડે ચાર બજે આ ગએ આપ.’
કૌન બનેગા કરોડપતિમાં કપિલ શર્મા જાેવા મળશે

Recent Comments