fbpx
રાષ્ટ્રીય

બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવી શકે છે

ક્રિપ્ટો કરન્સી એક વસ્તુ કે ડિજિટલ પ્રોપર્ટીના રૂપમાં શરિયતના સિદ્ધાંતોનું પાલન કરે અને ચોખ્ખો ફાયદો દર્શાવી શકે તો તેનો વ્યાપાર કરી શકાય. એમયુઆઇ પાસે દેશમાં શરિયતના કાયદાના પાલનનો અધિકાર છે. એમયુઆઇ પાસે નાણા મંત્રાલય અને મધ્યસ્થ બેન્ક સાથે ઇસ્લામી નાણાકીય મુદ્દે પરામર્શ કરવાનો અધિકાર પણ છે. બીજી તરફ બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવવા વિચાર કરી રહી છે. હવે સ્થાનિક કંપનીઓ ક્રિપ્ટો કરન્સી જારી કરવા અંગે ફેરવિચાર કરી શકે છે.ઇન્ડોનેશિયાની નેશનલ ઉલેમા કાઉન્સિલ અને મજલિસઉલેમા ઈન્ડોનેશિયા મુસ્લિમો માટે ક્રિપ્ટો કરન્સીનો ચલણ તરીકે ઉપયોગ હરામ (નિષેધ) ગણાવ્યો છે. કાઉન્સિલના ધાર્મિક નિયમોના પ્રમુખ અસરુન નિયામ શોલેહે કહ્યું કે ક્રિપ્ટોને એટલે હરામ ગણાવીએ છીએ કે તેમાં અનિશ્ચિતતા છે અને તે એક પ્રકારનો જુગાર છે, જે નુકસાન પહોંચાડી શકે છે.

Follow Me:

Related Posts