fbpx
રાષ્ટ્રીય

નવી પોલીસી દ્વારા ૯૦ હજાર મૂળ ભારતીય અમેરિકન્સને થશે ફાયદો

એચ-૪ વિઝા અમેરિકન સિટિઝન અને ઈમિગ્રેશન સર્વિસ દ્વારા એચ-૧બીવિઝાહોલ્ડરના નજીકના પરિવારના સભ્યો(જીવનસાથી અને ૨૧ વર્ષથી નાની ઉંમરનાં બાળકો)ને ઈસ્યુ કરવામાં આવે છે. આ વિઝા સામાન્ય રીતે એ લોકોને ઈસ્યુ કરવામાં આવે છે, જે અમેરિકામાં રોજગાર આધારિત લીગલ કાયમી નિવાસના દરજ્જાની પ્રક્રિયાની પહેલાં જ શરૂ કરી ચૂક્યા છે. એચ-૧બી વિઝા નોન-ઈમિગ્રેશન વિઝા છે, જે અંતર્ગત અમેરિકાની કંપનીઓ વિદેશી કર્મચારીને રોજગાર આપવાની પરવાનગી આપે છે. ઉલ્લેખનીય છે કે આ વિઝાના આધારે કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો લોકોને નોકરીઓ પર રાખે છે.અમેરિકાના જાે બાઈડન પ્રશાસને ઈમિગ્રેશન ફ્રેન્ડલી પગલું લેતાં ૐ-૧મ્ વિઝાધારકોના જીવનસાથીઓને ઓટોમેટિક વર્ક ઓથોરાઈઝેશન પરમિટ આપવા અંગે ર્નિણય કર્યો છે. હજારો ભારતીય-મહિલાઓને એનાથી ફાયદો મળવાની શક્યતા છે.

હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા ક્લાસ એક્શન કેસમાં સમાધાન કરવામાં આવ્યું છે. આ કેસને અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિયેશન(છૈંન્છ)એ આ ઉનાળામાં પ્રવાસીઓના જીવનસાથીઓ વતી ફાઈલ કર્યો હતો. આ ર્નિણયથી ૯૦ હજારથી વધુ ૐ-૪ વિઝાહોલ્ડર, જેમાં મોટી સંખ્યામાં મૂળ ભારતીય અમેરિકન મહિલાઓને ફાયદો થશે. છૈંન્છએ તરફથી જાેન વાસડેને કહ્યું, આ ૐ-૪ વિઝાહોલ્ડર એવા લોકો છે, જે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટના સ્વાભાવિક એક્સટેન્શન માટે નક્કી કરેલી શરતોને પૂરી કરે છે. જાેકે અગાઉ તેમને એજન્સીઓએ લાભથી વંચિત રાખ્યા હતા, તેમણે ફરીથી ઓથોરાઈઝન માટે રાહ જાેવી પડી છે. માત્ર મંજૂરી ન મળવાને કારણે તે કોઈપણ પ્રકારના યોગ્ય કારણ વગર પોતાની ઉચ્ચ સેલરીવાળી જાેબ ગુમાવી રહ્યા છે.

એને પગલે વાસડેને કહ્યું હતું કે એને કારણે અમેરિકાના કારોબારને પણ નુકસાન થયું છે. છૈંન્છના ડાયરેક્ટ ઓફ ફેડરલ લિટિગેશન જેસી બ્લેસે કહ્યું હતું, અમે આ તથ્ય પર પહોંચીને ખુશ છે અને એ ૐ-૪ માટે મોટી રાહત સાબિત થશે. ઉલ્લેખનીય છે કે બરાક ઓબામા પ્રશાસને ૐ-૧ વિઝાધારકોના જીવનસાથીઓને કેટલીક કેટેગરીમાં કામ કરવાનો અધિકાર આપ્યો હતો. અત્યારસુધીમાં ૯૦ હજારથી વધુ એચ-૪ વિઝાહોલ્ડર, જેમાં મોટી સંખ્યામાં મૂળ ભારતીય અમેરિકન મહિલાઓને વર્ક ઓથોરાઈઝેશન પ્રાપ્ત થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/