રાષ્ટ્રીય

ભારતીય ૩ હજાર શીખોને પાકિસ્તાને વિઝા આપ્યા

પાકિસ્તાનના ઉચ્ચાયોગે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘ભારત માટે પાકિસ્તાન ઉચ્ચાયોગે બાબા ગુરૂ નાનકની ૫૫૨મી જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય શીખ યાત્રિકો માટે આશરે ૩,૦૦૦ વીઝા આપ્યા. ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ શીખ ધર્મના સંસ્થાપકની ૫૫૨મી જયંતિ પર ભારત અને દુનિયાભરમાં શીખ સમુદાયને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.’ ધાર્મિક સ્થળોની યાત્રા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૪ના દ્વિપક્ષીય પ્રોટોકોલની જાેગવાઈ અંતર્ગત વીઝા જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય તીર્થયાત્રી ગુરૂદ્વારા નનકાના સાહિબ અને ગુરૂદ્વારા કરતારપુર સાહિબ સહિત વિભિન્ન ગુરૂદ્વારાઓની યાત્રા કરી શકશે. પાકિસ્તાન દ્વારા શુક્રવારે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ૧૭થી ૨૬ નવેમ્બર દરમિયાન ચાલનારા ગુરૂ નાનક દેવજીના ૫૫૨મા પ્રકાશ પર્વમાં સહભાગી બનવા માટે તેણે ૩ હજાર ભારતીય શીખ શ્રદ્ધાળુઓને વીઝા આપ્યા છે. શીખ યાત્રિકો નનકાના સાહિબ ખાતે ગુરૂદ્વારા જન્મ સ્થળની મુલાકાત લઈ શકશે.

Related Posts