બોલિવૂડ

લગ્ન બાદ કેટરિના અને વિક્કી ૮ લાખના ભાડના ઘરમાં રહેશે

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ લગ્ન પછી મુંબઇના જુહુ વિસ્તારમાં એક ભાડાના ઘરમાં સાથે રહેવાના છે. રિપોર્ટના અનુસાર એક રિયલ એસ્ટેટ ડીલરે આ વાતને સમર્થન આપ્યું હતું.રિપોર્ટસના અનુસાર આ ઘર માટે વિક્કીએ સિક્ટોરિટી ડિપોઝિટ તરીકે રૂપિયા પોણા બે કરોડ ચુકવ્યા છે. જ્યારે આ અપાર્ટમેન્ટનું ભાડું પહેલા ત્રણ વરસ માટે રૂપિયા આઠ લાખ છે. એ પછીના ચોથા વરસે વિક્કી આઠ લાખ ચાલીસ હજાર રૂપિયા ભાડા પેટે ચુકવશે જ્યારે પછીના એક વરસ માટે તે આઠ લાખ બ્યાંસી હજાર રૂપિયા ભાડા પેટે આપશે. કહેવાય છે કે, વિક્કીએ જુલાઇ મહિનામાં મુંબઇના જુહુ વિસ્તારમાં એક આલીશાન અપાર્ટમેન્ટ ભાડા પર લીધો છે. વિક્કીએ જુહુના રાજમહલ બિલ્ડીંગમાં પાચ વરસ માટે એક ઘર ભાડા પર લીધું છે. આ ઘર બિલ્ડિંગના પાંચમા માળા પર આવેલું છે.આ જ બિલ્ડિંગમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ રહે છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ આ વરસના ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગ્ન કરે તેવી ચર્ચા છે. તેઓ રાજસ્થાનમાં લગ્ન કરી રહ્યા છે. તેમજ લગ્ન સ્થળ પણ નક્કી થઇ ગયું છે. જાેકે તેમણે પોતાના લગ્નની સત્તાવાર ઘોષણા કરી નથી.

Related Posts