“બાળદિન” બાળ પુષ્પો સ્નેહાળ શિશુત્વને વિકસવા વિસ્તરવાના અધિકારો નો આઝાદી ના આટલા વર્ષો પછી પણ અધકચરો અમલ શ્રમ બજારો ગરજ વાન બાળ મજૂરો સોનાની થાળીમાં લોઠાની મેખ
સસ્તા ગરજ વાન બાળ મજૂરો ની વિશેષ માંગ શ્રમ બજારો માં રહે છે અનેકો કાયદા અધિકારો બાળકો ના સ્નેહાળ શિશુત્વ ને પાંગરવા ના સ્વપ્ન દ્રષ્ટા પંડિત નહેરુ નો જન્મ દિન પ્રયાગરાજ ૧૮૮૯ ૧૪ નવેમ્બર -બાળદિન ૧૯૫૧ થી દેશના લાડીલા નેતા પ્રથમ પ્રધાનમંત્રી સ્વ પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિન ૧૪ નવેમ્બર ભારતમાં બાળદિન તરીકે ઊજવાય છે પંડિતજી ને બાળકો પ્રત્યે અખૂટ પ્રેમ હતો તેમણે જણાવ્યું હતું કે તેમના જન્મદિનને બાળદિન તરીકે ઊજવાય તેથી તેમના માટે મોટામાં મોટા સન્માન અને આનંદની વાત છે કેમ કે ભારતના બગીચાની આ કળીઓ અને ફૂલોએ (બાળકોએ) તેમને ખૂબ પ્રેમ આપેલ છે સમગ્ર વિશ્વમાં પણ ત્યાર પછી પ્રથમ બાળદિન આંતરરાષ્ટ્રીય બાળ કલ્યાણ સંઘ જીનીવાના ઉપક્રમે ઓક્ટોબર ૧૯૫૩ માં ઊજવાયો હતો અને રાષ્ટ્રસંઘ (યુનો) ની મહાસભાએ તા ૧૪/૧૨/૧૯૫૪ના ઠરાવથી બધા દેશોમાં ડિસેમ્બર ૧૯૫૬ થી દર વર્ષે બાળદિન ઊજવવા નિર્ણય કર્યો હતો બાલદીને બાળકોના અધિકાર શિક્ષણ સંસ્કાર પોષણ અને દુઃખ નિવારણ તરીકે ઊજવવા સાર્વજનિક સંસ્થાઓ અને સરકારી ખાતાઓએ પ્રયત્નશીલ રહેવું જોઈએ તેમાંના મહત્ત્વના મુદ્દા શાળા ,કુટુંબ સમાજમાં બાળકોના સામાજિક શૈક્ષણિક આરોગ્ય વિકાસ વિષે જાગૃતિ સમાજના નબળા વર્ગોના બાળકો-મહિલાઓમાં તેમના અધિકાર વિષે ખાસ જાગૃતિ કન્યાઓ પ્રત્યે ભેદભાવ દૂર કરી તેમને યોગ્ય શિક્ષણ પોષણ આપવું તમામ બાળકોને ફરજિયાત શિક્ષણ પૂરું પાડ્યું ગરીબ બાળકોના શિક્ષણ માટે દાતાઓ નોંધવા બાળમજૂરી દૂર કરવા મા-બાપને સમજાવવા વિદ્યાર્થીઓની રીમાન્ડ હોમ ગરીબ વિસ્તારોના બાળકોની મુલાકાત અને સહાય . જૂનાં વસ્ત્રો રમકડાંનું દાન મેળવી ગરીબ બાળકોને વહેંચવાં બાળકોના કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ . બાળકોનું શોષણ અને ભારતના કાયદા બાળકો પરના અત્યાચારો અને તેમના શોષણના સમાચાર રોજ છાપામાં વાંચવા મળે છે એમના પર બળાત્કાર અને બાળમજૂરો તથા બંધક (બોન્ડેડ-ગુલામ) બાળમજૂરોનું શોષણ જે ઓર્ગેનાઇઝ્ડ અને અનઓર્ગેનાઇઝ્ડ વિભાગોમાં ચાલી રહ્યું છે તેમાં (૧) શેતરંજી ગાલીચા બનાવનારા ઉદ્યોગો (૨) કાચનાં કારખાનાં (૩) પિત્તળનાં વાસણો બનાવનારા ઉદ્યોગો (૪) શિવાકાશીનો દીવાસળી ઉદ્યોગ (૫) શેરીમાં ભટકતાં બાળકો (૬) ચીંથરાં અને કચરામાંથી વસ્તુઓ શોધનાર બાળકો (૭) અનાથ બાળકોના પ્રશ્નો અગ્રસ્થાને છે . આ ઉપરાંત ગુનેગાર બાળકો બાળલગ્નો અપંગ બાળકો દરિદ્ર બાળકો અને પછાત વર્ગનાં અભણ બાળકો વગેરેના પ્રશ્નો પણ અગ્રસ્થાને છે અને અફસોસની વાત તો એ છે કે આઝાદી મળ્યાને આટલાં વર્ષો વીત્યાં પછી પણ એમના પ્રશ્નો ઉકેલ નથી પરંતુ ઊલટાના વધ્યા છે . આ સંબંધમાં તેથી જે કંઈ કાયદા ઘડવામાં આવ્યા છે તેનું અહીં વિહંગાવલોકન કરવાનો ઇરાદો છે કાયદા થી આર્ટિકલ ૧૫ (૩) ૧ ભારતનું બંધારણ આર્ટિકલ.૨૪ ભારતનું બંધારણ ભારતનું બંધારણ આર્ટિકલ ૩૯ ભારતનું ફેક્ટરીઝ ઍક્ટ ફેક્ટરીઝ ઍક્ટ ફેક્ટરીઝ ઍક્ટ માઇન્સ એક્ટ ૧૯૫૨ પ્લાન્ટેશન લેબર ઍક્ટ ૧૯૫૧ સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થે કરેલા કાયદામ ગણ્યા છે ભેદભાવના કારણે એને પડકારી કોઈપણ ભયજનક કામકાજમાં ૧૪ વર્ષથી નીચેના બાળકને નોકરીએ રાખી શકાશે નહીં . બાળકની નાની ઉંમરનો ગેરલાભ ઉઠાવી શકાશે નહીં તેમનું શોષણ વર્જ્ય છે બંધારણના અમલથી ૧૦ વર્ષની અંદર બાળકોને માટે (૧૪ વર્ષથી નીચેનાં) નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષાની જોગવાઈ છે બાળકોના પોષણનો સ્તર તથા જીવનધોરણ ઊંચા લાવવાં કારખાનામાં ૧૪ વર્ષથી નીચેની વયનાં બાળકોને કામે રાખવા પર પૂર્ણ પ્રતિબંધ છે ૧૪ અને ૧૫ વર્ષથી વચ્ચેના બાળકો અમુક શરતે રાખી શકાય . ૧૭ વર્ષથી નીચેની વયના બાળકને રાત્રે કામ પર ન બોલાવી શકાય બાળકોને કામે ન રાખવાં ,ખાણમાં બાળકોની હાજરી વર્જ્ય છે જ્યાં આવું કામ ચાલતું હોય ત્યાં તેઓની હાજરી વર્જ્ય છે જ્યાં સુધી ૧૬ વર્ષ પૂરાં ન થાય ત્યાં સુધી તે જમીન નીચેની ખાણમાં કામ ન કરી શકે ૧૨ વર્ષથી નીચેનાં બાળકોને કામે ન રાખવાં ૧૫ થી ૧૮ વર્ષનાંને જો પ્રમાણિત કર્યા હોય તો જ રાખવી ચિલ્ડ્રન (પ્લેજિંગ ઓફ લેબર) એક્ટ એનાં મા-બાપ એને કામે મોકલતાં હોય તો ૧૯૯૩ વિષેનો લેખિત કરાર મા-બાપ અને બાળકને કામે રાખનાર વચ્ચે હોવો જોઈએ ૮ મર્ચન્ટ શિપિંગ ઍક્ટ ૧૯૫૮ ૧૫ થી નીચેની વયનાં બાળકોને કામે રાખવા પર પ્રતિબંધ છે મોટર ટ્રાન્સપોર્ટ વર્ક્સ એક્ટ ૧૯૬૧ થી ૧૫ વર્ષ નીચેની વયનાં બાળકોને કામે રાખવા પર પ્રતિબંધ છે તરુણને પ્રમાણિત ન કર્યો હોય તો તેને કામે ન રાખી શકાય એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન ઍક્ટ બીડી અને સિગાર વર્કર્સ .એપ્રેન્ટીસીસ ઍક્ટ ૧૯૬૧ (કંડિશન્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ) એક્ટ ૧૯૬૬ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ્સઆ કાયદાઓ રાજ્ય ઘડે છે જેમાં દુકાનો અને વાણિજિયક સંસ્થાઓમાં કામ કરનાર બાળકોના કામના કલાકો આરામનો સમય તેનું વેતન ઓવરટાઇમ રજાઓ વાર્ષિક રજાઓ વ. માટે જોગવાઈ કરેલી છે ચાઈલ્ડ લેબર (પ્રોહિબિશન ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ ૧૯૮૬ ચાઇલ્ડ મેરેજ રીસ્ટ્રેઇન્ટ ઍક્ટ ૧૯૨૯ જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ ૧૯૮૬ મુસાફરોની હેરફેર માલસામાન કે ટપાલની હેરફેર પછી તે રેલવેથી હોય કે પોર્ટના સત્તાવાળાઓ સાથે સંકળાયેલા હોય તો પણ તેમાં બાળકોને કામે ન રાખવાં આ કાયદાનો ચાઈલ્ડ લેબર (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ ૧૯૮૬ થી રદ કર્યો છે એપ્રેન્ટીસશીપની તાલીમ માટે ૧૪ વર્ષ બાળકે પૂરાં કર્યાં હોવા જોઈએ તથા નિયત શારીરિક યોગ્યતા અને શિક્ષણ તેને હોવાં જોઈએ તે સિવાય તાલીમ માટે ન રખાય કોઈપણ બાળકને ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરવા દેવું નહીં ૧૪થી૧૮ વર્ષની વચ્ચેનાં બાળકોને સાંજના ૭ થી સવારના ૬ વાગ્યા સુધીમાં કામ કરવા પર પ્રતિબંધ છે આમાં પણ ઉપર પ્રમાણેની બાબતો અંગેની જોગવાઈઓ છે આ ધારો બાળલગ્ન કરવા સામે પ્રતિબંધ ફરમાવે છે આ ધારો ત્યજાયેલાં અને ગુનેગાર બાળકોનાં રક્ષણ તેની ટ્રીટમેન્ટ તેનો વિકાસ અને પુનઃ વસવાટની જોગવાઈ કરે છે ક્રિમિનલ પ્રોસીજર કોડ લેજિસ્લેશન અગેઇન્સ્ટ સેક્ષ ડીટરમીનેશન ટેસ્ટ્સ મેડિકલ ટર્મિનેશનલ ઓફ પ્રેગનન્સી ઍક્ટ ઈન્ડિયન પિનલ કોડ ૧૮૬૦.૩૫૯ થી બાળકોના અપહરણ તેમને લગતી જોગવાઈ સમાવિષ્ટ છે ભરણપોષણ અંગે ઇન્ફન્ટ મિલ્ક સબસ્ટીટ્યૂટ્સ ફીડીંગ બોટલ્સ એન્ડ ઇન્ફન્ટ ફૂઝ (રેગ્યુલેશન ઓફ પ્રોડકશન , સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન) બીલ ૧૯૯૨ પ્રીવેન્શન ઓફ બેગરી ઍક્ટ સપ્રેશન ઓફ ઇમ્પોરલ ટ્રાફિક ઇન વીમેન એન્ડ ગર્લ્સ ઍક્ટ ૧૯૫૬ યંગ પર્સન્સ (હાર્મફૂલ પબ્લિકેશન્સ) એક્ટ ૧૯૫૬ ઓર્ફનેજીઝ એન્ડ અધર ચેરિટેબલ હોમ્સ (સુપરવિઝન એન્ડ કંટ્રોલ) ઍક્ટ ૧૯૬૦ નેશનલ પોલિસીઝ અને પ્રોગ્રામ્સ ધી નેશનલ પોલિસી ફોર ચિલ્ડ્રન ૧૯૭૪ ધી નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન ૧૯૮૬ ધી નેશનલ હેલ્થ પોલિસી ધી નેશનલ પરસ્પેક્ટિવ પ્લાન ઓન ચાઇલ્ડ વેલ્ફેર રાષ્ટ્રસંધની સામાન્ય સભાએ તા.૨૦-૧૧-૮૯ના રોજ મંજૂર કરેલ બાળકોના અધિકારો આ કાયદાઓ સીધી કે આડકતરી રીતે બાળકનાં હિતોને રહે છે આ પોલિસીઓ પણ બાળકોના હિતોનાં રક્ષણાર્થે અને એના વિકાસાર્થે છે . આ બધું હોવા છતાં બાળકો પર અત્યાચાર , શોષણ અને જુલ્મ વધતાં જાય છે . માના ગર્ભમાં જાતિ નક્કી કરવાના પ્રયોગો પર પ્રતિબંધ મુકાવો જોઈએ અને ગર્ભમાંના બાળકને મારી નાખવા માટે પણ નિષેધ જડબેસલાક હોવો જોઈએ કેમ કે એમાં બાળકના અસ્તિત્વના પ્રશ્નો સંકળાયેલા છે તા ૨૦ નવેમ્બર બાળ અધિકાર દિન તરીકે ઊજવાય છે સસ્તા ગરજ વાન બાળ મજૂરો ની શ્રમ બજાર માં વિશેષ માંગ રહે છે કારણ તેનું કાયદા થી કોઈ યુનિયન શક્ય નથી અજ્ઞાન અને ગરજ વાન ધોલ થપાટ ગાળ ગપચી સહન કરતા બાળ મજૂરો સોના ની થાળી માં લોઠા ની મેખ
Recent Comments