ગુજરાત

અમારું ટુરીઝમ ગુજરાતીઓને આભારી:થાઈલેન્ડના એમ્બેસેડર ચુતીન્ટોર્ન

દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ ટુરીઝમ-વેપાર માટે બેંકોક જાય છે. તેમના માટે સપ્તાહમાં ૩ દિવસ અથવા ૧ ડેઇલી ફલાઇટ હોવી જાેઇએ. તેના અનુસધાનમાં એમ્બેસેડરે કહ્યું હતું કે થાઇ એરવેઝ બેંગ્લોકથી ફ્લાઇટ શરુ કરવા તૈયાર છે પણ તમે બાયલેટરલ કરારમાં સુરતનો ઉમેરો કરાવો. થાઇલેન્ડ અને ભારત વચ્ચે એવીએશનને લગતો બાઇલેટરલ કરાર થયો છે. તેમાં સુરતનો ઉલ્લેખ નથી. તમારે તમારી સરકાર પાસે આ કરારમાં સુરત એરપોર્ટ જાેડવામાં આવે તેવો ઉમેરો કરાવવો પડશે. અમારી એરલાઇન્સ વેધર કન્ડીશન અને ફલાઇટ કોમર્શીયલી વાયએબલ છે કે કેમ તેનો અભ્યાસ કર્યા પછી ર્નિણય લેશે. પરંતુ સુરતથી શારજાહની ફલાઇટ ઓપરેટ થતી હોય તો સુરતથી બેંગ્લોકની ફલાઇટ ઓપરેટ કરવામાં વાંધો નહીં આવી શકે. ગ્રુપ દ્વારા આ મામલે એવિએશન મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હોવાની વિગત આપવામાં આવી હતી. અને ગ્રુપના અગ્રણીઓ સંજય જૈન, લીગ્નેશ શાહ, આશીષ લાંબા, રોહન દેસાઇ, ફિરોઝ ઘડિયાળી, સત્યેશ વાણીયાવાલ અને તરુણ ચુંગે થાઇલેન્ડના એમ્બેસેડને આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું.

એમ્બેસેડરે કહ્યું હતું કે બાઇલેટરલમાં જાે સમાવેશ થશે તો સુરત સુરતથાની-બેંગ્લોક ફલાઇટ સાથે જાેડવાનો પ્રયાસ કરીશું. ચેમ્બરના માજી પ્રમુખ રોહિત મહેતા, એવિએશન કમિટીના ગ્રુપ ચેરમેન રજનીકાંત મારફતિયા અને ચેમરમબેન મનોજ સિંગાપુરીએ થાઇલેન્ડના એમ્બેસેડર તીન્ટોર્ન ગોન્ગસાકડીને પદગ્રહણ સમારોહ વખતે રૂબરુ મળી સુરત-બેંગ્લોકની સીધી ફ્લાઇટ શરુ થયા તે માટે મદદરૂપ થવા રજૂઆત કરી હતી. એમ્બેસેડરે એવિએશન મંત્રાલય અને વિદેશ મંત્રાલયને રજૂઆત કરવા જણાવી બાઇલેટરલ એગ્રીમેન્ટમાં સુરતનો સમાવેશ કરવા સલાહ આપી હતીસુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના પદવીદાન સમારોહ યોજાયો હતો. જેને સંબોધતા થાઇલેન્ડના દિલ્હી સ્થિતિ એમ્બેસેડર ચુતીન્ટોર્ન ગોન્ગસાકડીએ કહ્યું હતું કે, થાઇલેન્ડથી ભારતમાં સપ્તાહની ૩૫૦ ફલાઇટ ઓપરેટ થાય છે. મને ખબર છે કે સુરતીઓ પટાયાથી સારી રીતે વાકેફ છે. હોંગકોંગ, પટાયા, સુરતથાની અને ફકેટનું ટુરીઝમ ગુજરાતીઓને આભારી છે. ભારતથી વિયેટનામ, ફિલીપીન્સ, મ્યાનમાર, કંબોડિયા જવા માટે લોકો અમારી એરલાઇન્સનો ઉપયોગ કરે છે. ચુતીન્ટોન ગોન્ગસાકડીએ આજે વિ વર્ક ફોર ર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગ્રુપ દ્વારા સુરતથી બેંકોકની સીધી ફલાઇટ શરુ થાય તેવી માંગ કરવામાં આવી હતી. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી દર સપ્તાહે ૩૦૦૦ લોકો મુંબઇ, દિલ્હી, કોલકાતા થઇ બેંગકોક જાય છે.

Follow Me:

Related Posts