fbpx
અમરેલી

અમરેલીમાં શેર એન્‍ડ કેર દ્વારા ‘મુખડું મલકાવતા’ કાર્યક્રમ યોજાયો

શેર એન્‍ડ કેર અમરેલી  ઝુપડપટૃીના બાળકોનાં શિક્ષણીક વિકાસ માટે મિસન અને વિઝન સાથે કાર્ય કરે છે. એડવાન્‍સ યુથ ડેવલોપમેન્‍ટ કાઉન્‍શીલનાં સહયોગથી  ચિતલરોડ પર આવેલ શિતળા માતાનાં મંદિર પાસે, ઝુપડપટૃીનાં બાળકો સાથે ભભમુખડુ મલકાવતાભભ કાર્યક્રમ દ્વારા બાળદિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલી. સારહી યુથ કલબ અમરેલીનાં પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, નગર પાલિકા અમરેલીનાં કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, શિક્ષણ સમિતિનાં ચેરમેન તુષારભાઈ જોષી, અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા  તેમજ મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયાએ હાજરી આપી શેર એન્‍ડ કેર અમરેલીનાં મેમ્‍બરોનાં ઉત્‍સાહમાં વધારો કરેલ તેમજ બાળકોને પ્રોત્‍સાહનપુરૂ પાડેલ. બાળકો દ્વારા અભિનય ગીતો, બાળગીતો, અને રાસ રજૂ કરવામાં આવેલ. શેર એન્‍ડ કેર અમરેલીના ફાઉન્‍ડર રિયાઝ વેરસીયાએ ભભમુખડુ મલકાવતાભભ થીમ સોન્‍ગથી બાળકો, મેમ્‍બરો અને મહેમાનોને સાથે રાખી બાળકોનાં મુખડા ખરેખર મલકાવી દિધા. ત્‍યારબાદ કાર્યક્રમનાં અંતે બાળકોને નાસ્‍તો કરાવવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન વિમલ સોલંકીએ કરેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્‍દ્ર જોષ, મનસુર ગઢીયા, અરવિંદ વ્‍યાસ, તેમજ હાજર તમામ મેમ્‍બરોએ જહેમત ઉઠાવેલ.

Follow Me:

Related Posts