fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે ૪૫ મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ સંપન્ન

દામનગર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી ૪૫મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તારીખ ૧૭-૧૧-૨૦૨૧ ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા તથા આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું.આ કેમ્પમાં ૯૭ દર્દીઓએ લાભ લીધો હતો અને ૩૨ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતું.લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ત્રીજા બુધવારે ભૂરખીયા હનુમાનજી મંદિરમાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થનાર છે.આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન રમેશભાઇ કાથરોટીયા, સેક્રેટરી લાયન સાહસ ઉપાધ્યાય, લાયન જયેશભાઇ પંડ્યા, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન પરેશભાઈ કાનપરિયા, લાયન પ્રા. એમ. એમ.પટેલ, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન શરદભાઈ વ્યાસ તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડોક્ટર માનસીબેન પટેલ, કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલ અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીશ્રી જીવણભાઈ હકાણી, સંચાલકશ્રી ગોપાલભાઈ  ચુડાસમા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન રમેશભાઈ કાથરોટીયા જણાવે છે.

Follow Me:

Related Posts