સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના વિંછીયામાં ખરાબ રસ્તા અંગે બાવળિયા ફરી જુના મૂડમાં જાેવા મળ્યા

સરકારે ચોમાસા બાદ ખરાબ રોડ રિપેર કરવાની જાહેરાત કરી હતી પણ આ અભિયાન બીજી જગ્યા તો દૂર ધારાસભ્યના જ વિસ્તારમાં કામ આવ્યું નથી અને અડધેથી છોડી મૂકવા જેવી ગંભીર બાબત હોવાથી તેમણે ફરિયાદ સંકલનમાં મુદ્દો લેવો પડ્યો છે. તેઓએ પૂછ્યું છે કે વીંછિયા રોડની સપાટી અતિ ખરાબ છે, કામ અધવચ્ચેથી છોડી દીધું છે, ડામર સપાટી કરવામાં આવતી નથી કારણ? આ રીતના થોકબંધ પ્રશ્ન કરીને તેમણે વહીવટી તંત્ર સામે નિશાન તાકી સીધો સરકારની કામગીરી પર જ પ્રહાર કર્યો છે. આ પ્રશ્નો તંત્રને એટલા ખૂંચ્યા છે કે તેના જવાબ માટે દોડાદોડી શરૂ કરી દીધી છે.રાજકોટ જિલ્લાની ફરિયાદ સંકલનની બેઠક ૨૦મીએ મળનારી છે. આ બેઠક પણ તાજેતરમાં મળનારી બેઠકો જેવી શુષ્ક રહે તેવી તંત્રને આશા હતી પણ અચાનક કુંવરજી બાવળિયાના એક બે નહિ પણ ૫૦થી વધુ પ્રશ્નનો મારો આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ તમામ પ્રશ્નો પૈકી અમુક એવા આકરા છે કે સરકારની જ કામગીરી નબળી બતાવે છે. બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા ત્યારે ફરિયાદ સંકલનની બેઠકમાં પ્રશ્નો લાવીને રીતસર અધિકારીઓને ખખડાવી નાખતા હતા પણ ભાજપમાં ભળ્યા બાદ તંત્ર સામે પ્રશ્ન કરવાનો કોઇ મુદ્દો જ ન હતો. તેથી અન્ય ધારાસભ્યોની જેમ બાવળિયા પણ હવે પ્રશ્નો નહિ કરે તેમ બધાને લાગતું હતું જાેકે મંત્રીપદ ગુમાવ્યા બાદ બાવળિયા ફરી જૂના મૂડમાં આવ્યા છે.

Related Posts