ભાવનગર

બીજા સત્રની ધો.૩ થી ૮ના છાત્રોનું સમયપત્રક જાહેર કરાયું

જાન્યુઆરી માસમાં ૭મીએ ધો.૫માં અંગ્રેજી તથા અંગ્રેજી, ધો.૬માં અંગ્રેજી, ધો.૭ગણિત તથા ધો.૮માં સંસ્કૃતની કસોટી લેવાશે. તા.૧૨ જાન્યુઆરીએ ધો.૩માં પર્યવરણ, ધો.૪માં ગુજરાતી, ધો.૫માં ગણિત તથા ધો.૬માં થણિત, ધો.૭માં સંસ્કૃત તથા ધો.૮માં ગુજરાતીની કસોટી લેવાશે. તા.૨૧ જાન્યુઆરીએ ધો.૪માં હિન્દી, ધો.૬માં સંસ્કૃત, ધો.૭માં ગુજરાતી તથા ધો.૮માં સાયન્સની કસોટી લેવાશે. તા.૨૮ જાન્યુઆરીએ ધો.૩માં ગુજરાતી, ધો.૪માં ગણિત, ધો.૫માં પર્યાવરણ તથા ધો.૬માં ગુજરાતી, ધો.૭માં સાયન્સ તેમજ ધો.૮માં સોશિયલ સાયન્સની કસોટી લેવાશે. આવી જ રીતે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં પણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ કસોટી અંગે યોગ્ય કાર્યવાહી કરવા તમામ ડીઇઓ તેમજ, શાસનાધિકારી તેમજ ડીપીઇઓને જણાવાયું છેગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સતત મૂલ્યાંકનના હેતુસર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ તેથા ખાનગી પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે સામયિક મૂલ્યાંકન કસોટીઓ લેવાય છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા સત્રમાં ધો.૩થી ધો.૮ના વિદ્યાર્થીઓ માટે યોજાનારી કસોટીઓ માટે સમગ્ર આયોજન ઘડવામાં આવ્યું છે. જીસીઇઆટીના સચિવે જણાવ્યું છે કે આ સમયપત્રક મુજબ ૧૦ ડિસેમ્બરથી ધો.૩માં ગુજરાતી, ધો.૪માં ગણિત, ધો.૫માં પર્યાવરણ તેમજ ધો.૬માં ગુજરાતી, ધો.૭માં વિજ્ઞાન તથા ધો.૮માં સોશિયલ સાયન્સની કસોટી લેવાશે. જ્યારે ૧૭મી ડિસેમ્બરે ધો.૫માં હિન્દી, ધો.૬માં સાયન્સ, ધો.૭માં સોશિયલ સાયન્સ તથા ધો.૮માં અંગ્રેજીની કસોટી લેવાશે. તા.૨૪ ડિસેમ્બરે ધો.૩માં મેથ્સ, ધો.૪માં પર્યાવરણ તથા ધો.૫માં ગુજરાતી, ધો.૬માં સોશિયલ સાયન્સ, ધો.૭માં અંગ્રેજી તથા ધો.૮માં મેથ્સની કસોટી લેવાશે.

Related Posts