સુરત રૂરલ પલસાણા પો.સ્ટે.,નાં ૪૫ લાખ રૂપિયાની વિશ્વાસઘાત-છેતરપીંડી તથા રાજ્ય સેવકનું ખોટુ નામ ધારણ કરવાનાં ગુન્હાનો નાસતો-ફરતો આરોપી ઝડપી પાડતી અમરેલી પોલીસ
.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હાનાં કામે નાસતા-ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પે-રોલ/ફર્લો અને વચગાળાનાં જામીન ઉપથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંઘાને એસ.ઓ.જી. અમરેલીના પો.સ.ઈ.એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે હકિકત મળેલ કે, સુરત રૂરલ પલસાણા પો.સ્ટે.,નાં ગુ.ર.નં.-11214046211751/2021, IPC કલમ-406, 420, 170, 120-બી વિ.મુજબના ગુન્હાના કામે મજકુર આરોપીનું તપાસ દરમિયાન નામ ખુલવા પામેલ હોય, અને મજકુર આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો-ફરતા હોય, મજકુર ઈસમને ખાંભા તાલુકાનાં કોદીયા ગામેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઃ-
1️⃣રણજીતસિંહ ઉર્ફે રાણાભાઇ નારણભાઇ વાળા, ઉવ.-૫૨, ઘંઘો-ખેતી રહે. કોદીયા, તા.ખાંભા જી.અમરેલીવાળાને તા.૧૭/૧૧/૨૦૨૧ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી અર્થે ખાંભા પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ કરવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ.એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમને સુરત રૂરલ પો.સ્ટે.,નાં ઠગાઇ, વિશ્વાસઘાત તથા રાજ્ય સેવકનું ખોટુ નામ ધારણ કરવાનાં ગુન્હાનો નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે
Recent Comments