સુરતમાં મંડપ ડેકોરેશનના વેપારીને અજાણ્યા ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો
છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ટપોરીઓ ભરતભાઈ પાસે હપ્તા વસૂલીને લઈને ધાક ધમકી આપી રહ્યા છે. આખરે ભરતભાઈ પર બુધવારની રાત્રે લગભગ ૮ વાગે ટપોરીઓએ હુમલો કરી ચપ્પુના ૩-૪ ઘા મારી દેતા ડરનો માહોલ ઉભો થયો છે. લોહીના ખાબોચિયામાં પડેલા ભરતભાઇને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.સુરતના નવાગામ ચિતા ચોકમાં બુધવારની રાત્રે એક મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પર કેટલાક હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી ૩-૪ ઘા મારતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ હપ્તો નહીં આપતા હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધ ભરત પાટીલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હિમલાખોરો સ્થાનિક હોવાનું હાલ બહાર આવ્યું છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભરતભાઇ તુકારામ પાટીલ (ઉ.વ. ૬૦, રહે. ચિતાચોક નવાગામ) ૩૫-૪૦ વર્ષથી ભરત મંડપ ડેકોરેશનના ધંધા સાથે જાેડાયેલા છે. ત્રણ દીકરા વહુ અને પત્ની સાથે રહે છે. પ્રેમાળ સ્વભાવના વૃદ્ધ ભરત ભાઈ પર થયેલા હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ બહાર આવી રહ્યું છે.
Recent Comments