fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોરોના સહાયના નામે ફેક અરજી ફોર્મ વહેતા થયાં લોકો મુશ્કેલીમાં

કોઝ ઓફ ડેથમાં કોરોના હોવાનું પ્રમાણપત્ર મળ્યા બાદ ક્યાં સહાય લેવા માટે જવું તેમાં કોઇ જ પ્રકારની સ્પષ્ટતા આવી નથી. આ કારણે લોકો ઘણી બધી અફવાઓમાં ઘેરાયેલા રહે છે. તે પૈકી જ એક નકલી ફોર્મ ફરતું થયું છે. જેમાં એસડીઆરએફ ફંડમાંથી કોરોનાની સહાય અપાતી હોવાના મથાળે બે પત્રનો સંદર્ભ ટાંક્યો છે આ ફોર્મ ખરેખર સાચું છે કે ખોટું અને જાે સાચું હોય લોકોએ શું કરવું જાેઈએ તે મામલાને લઈને સરકારી અધિકારીઓને પૂછતા તમામ પાસે આવા કોઇ ફોર્મનું વિતરણ કરાતું નથી તેવો જવાબ મળ્યો હતોકોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનો માટે રાજ્ય સરકારે ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સહાય માટે કોરોના પોઝિટિવ થયા બાદ કોરોનાથી જ મોત થયું હોય તેવા લોકોની પાત્રતા નક્કી કરાઈ છે. આ માટે મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથમાં કોરોના હોવું ફરજિયાત છે અને જાે તે ન હોય તો કમિટી પાસે અરજી કરીને ત્યાં તબીબો કેસ સમજીને જાે કોરોના કારણ નીકળે તો કોરોનાથી મોતનું સર્ટિફિકેટ આપશે.

Follow Me:

Related Posts