કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
મેષ :- આજ સાંજ સુધી બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવકમાં વધારો કરનાર, પરિવાર સાથે આનંદની ક્ષણો આપનાર, નાના મોટા પ્રવાસ પર્યટનોને વેગ મળે, સૂર્યનું આઠમાં સ્થાને ભ્રમણ બહુ જ શાંતિ પૂર્વક નિર્ણયો લેવા, ગુરુ લાભ સ્થાને સંતાનથી લાભ રહે.
બહેનો :- પરિવારમાં તમારું માન સન્માન વધે.
વૃષભ :- આપની રાશિમાં ઉચ્ચનો ચંદ્ર આવકનું પ્રમાણ વધે પરિવાર માટે ખર્ચ થાય, સપ્તાહના પ્રારંભમાં આપની રાશિમાં આવતા ખુબ જ સારા નિર્ણયો આપે, સૂર્યનું સાતમે ભ્રમણ ભાગીદારીમાં સંબંધો સાચવા, ગુરુનું દશમે ભ્રમણ નોકરીયાત વર્ગ માટે સારો રહે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે નવી વાતચીત આવે, મનના વિચારો સુંદર બને.
મિથુન :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્ર આવક કરતા જાવક વધી ન જાય એનું ધ્યાન રાખશો, સપ્તાહનો પ્રારંભ ખુબ જ સારા લાભ દાયક સમાચારથી થવાની શક્યતાઓ છે. સૂર્ય છઠ્ઠે આગમન જૂની બીમારીમાંથી મુક્ત કરે, ગુરુ નવમા સ્થાનમાં ધાર્મિક કાર્યો પુરા થાય.
બહેનો :- ખર્ચ કરવામાં અને મુસારીમાં ખાસ દયાન રાખવું પડે.
કર્ક :- લાભ સ્થાનમાં રાત્રી સુધી ચંદ્ર ખુબ જ સારા લાભ આપે, સ્ત્રી મિત્રો કે અન્ય સ્ત્રી વર્ગ થી ખુબ જ સારું રહે, સપ્તાહના પ્રારંભમાં બારમે ચંદ્ર ખર્ચ વધારે સૂર્ય પાંચમે સંતાનોને સારું રહે, ગુરુ આઠમા સ્થાને ધંધાકીય આવક વધારે. બહેનો :- સ્ત્રી પ્રસાધનોનાં ધંધામાં લાભ સારો રહે, મુસાફરી ટાળવી.
સિંહ :- દશમાં અને અગિયારમાં સ્થાન વચ્ચે ચંદ્ર આર્થિક દ્રષ્ટીએ તમારા દરેક કાર્ય પુરા કરાવનાર, નોકરીયાત વર્ગને લાભ રહે, સૂર્ય ચોથે સ્થાવર મિલકત વધારે, ગુરુ સાતમે લગ્ન ઇચ્છુકો માટે શ્રેષ્ઠ રહે.
બહેનો :- સ્નેહીજનો, સ્વજનોને મળવાનો આનંદ, ગૃહિણીને લાભ થાય.
કન્યા :-ભાગ્યસ્થાનમાં રહેલ ચન્દ્ર તમારા માટે ધાર્મિકકાર્ય દેવદર્શન અને ધર્મકાર્ય-સામાજિક કાર્ય માં સક્રિય રહેવાનું બને,સૂર્ય ત્રીજે આત્મવિશ્વાસ વધારે, ગુરુ છટ્ઠા સ્થાને જુના શત્રુ અનેરોગમાં રાહત આપે.
બહેનો :-તીર્થયાત્રા-ધાર્મિક પૂજાપાઠ નો આનંદ વધે,પ્રસંગ સચવાય.
તુલા:- આઠમાં સ્થાનમાં ચંદ્ર આવકના સાધનો વધારે-વાણી ઉપર જેટલી મીઠાસ એટલું કાર્ય સફળ બને , સૂર્ય બીજા સ્થાને પારિવારિક જીવનમાં મૌન રહેવું, ગુરુ પાંચમે સંતાનલક્ષી કાર્ય થાય.
બહેનો :- વાહન ચલાવવામાં ધીરજ રાખવી,વાદ-વિવાદ થી બચવું.
વૃશ્ચિક :-સાતમાં સ્થાનમાં ચંદ્ર માનસિકશાંતિનો અનુભવ કરાવનાર, દરેક નિર્ણયો લેવામાં આસાની રહે, સૂર્ય આપનીરાશિમાં મગજ શાંત રાખવું પડે, ગુરુ ચોથાસ્થાને સુખ સગવડો- કાર્યક્ષેત્ર વધારે.
બહેનો :- દાંપત્યજીવનમાં પ્રેમ-હુંફ વધે,સારા નિર્ણયો લેવાય.
ધન :- છઠા સ્થાનમાં ચંદ્ર રોગ-શત્રુઓ ઉપર જેટલો કાબુ રાખશો એટલો જલદી ફાયદો મેળવી શકશો, પ્રવાસ-મુસાફરી થાય , સૂર્યનું વ્યય ભુવનમાં ભ્રમણ વડીલોની તબિયતની ચીંતા રહેગુરુ ત્રીજે પરદેશથી સારો ભાગ્યોદય આપે.
બહેનો :- બિનજરૂરી મુસાફરી અને કામકાજનો થાક દેખાય.
મકર :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર સંતાનોના શીક્ષણ અને મિત્રો માટે દોડાદોડી અને કાર્યબોજ વધારે નવા સબંધો બને, સૂર્યનું લાભસ્થાને આગમન જુના નાણા પરત આવે, ગુરુ બીજે આર્થિક મુશ્કેલી યથાવત રખાવે, ધીમે ધીમે રાહત થાય.
બહેનો :- નવા પરિચયો ભવિષ્યમાં લાભકર્તા બને-ઓળખાણ વધે.
કુંભ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિકસુખ શાંતિ-સગવડોમાં વધારો કરે, ધંધાકીય ક્ષ્ત્રે ઉદ્યોગમાં સારી પ્રગતિના એંધાણ આપે,સૂર્યનું દશમે ભ્રમણ સરકાર રાજકારણ થી સારું રહે.
બહેનો :- નોકરિયાત વર્ગને સારા પ્રમોશનની આશા સફળ થાય,વાહનસુખ મળે.
મીન :-ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ સાહસ અને પરાક્રમ વધારનાર-ભાઈ-ભાંડું નું સુખ વધારનાર ધર્માંકાર્યો અને આવક વધારવાના પ્રયાસો સફળ થાય,સૂર્યનું ભાગ્યસ્થાને આગમન દુરદેશથી લાભ આપે ગુરુ બારમે ધર્મકાર્ય પાછળ ખર્ચ થાય-આનંદ રહે.
બહેનો :- પરદેશના અટકેલ કર્યો પૂર્ણ થાય, યાત્રા પ્રવાસનો આનંદ મળે.
વાસ્તુ :- રવિવારે પ્રવાસ કરવાનો હોય તો શુદ્ધ ઘી ચાખીને,કુમારી કન્યાને દાન આપીને , સૂર્યનો જાપ કરતા કરતા નીકળવું.
Recent Comments