fbpx
ભાવનગર

ગાંધીનું સુરાજ્ય સેવા વૃત્તિથી પ્રજ્વલિત થશે : મોરારીબાપુ

ભાવનગર શિશુવિહાર ખાતે ૩૧ માં નાગરિક સન્માન સમારોહ  ગાંધી નું સુરાજ્ય સેવા વૃત્તિથી પ્રજ્વલિત થશે (મોરારીબાપુ)ગુજરાતના મૂઠી ઊંચેરા લોકસેવક શ્રી માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં સતત ૩૧ મા વર્ષે નાગરિક સન્માન સમારોહ  તારીખ ૨૧ નવેમ્બર રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ..સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પ્રસંગે આરોગ્ય, બાળકેળવણી,પર્યાવરણ જાગૃતિ, બાળ મહિલા ઉત્કર્ષ વિષયે સેવારત રાજ્યની ૭૫ સ્વેચ્છિક સંસ્થાઓનું આદરણીય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું..પ્રતિકાર ભર્યા પુરુષાર્થથી પ્રભુ પ્રિત્યર્થે લોકસેવાના કાર્યમાં જોડાયેલ અને ગુજરાતના મહાજનપણાને  જાળવી રાખતી સંસ્થાઓને પૂજ્ય માનભાઈની  સ્મૃતિમાં શિલ્ડ,ખેસ, પુસ્તક સંપુટ તથા તમામ સંસ્થાઓની  કામગીરીને  વ્યક્ત કરતા ગ્રંથથી  સન્માનિત કરવામાં આવેલ…માનવ જ્યોત ટ્રસ્ટ, મુંબઈ તથા ચિત્રકૂટ ધામ, તલગાજરડાના  સહયોગથી યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે આદરણીય મોરારિબાપુ ખાસ દિલ્હી રામકથા પૂર્ણ કરી રાજ્યભરમાંથી પધારેલ સ્વૈચ્છિક સંસ્થાઓના સંચાલકને  આશીર્વચન.. ઉપરાંત વહો વિશ્વામિત્ર આંદોલનના પ્રણેતા પદ્મશ્રી, પર્યાવરણ વિજ્ઞાની ડો. એમ એચ મહેતા સ્વેચ્છિક સંસ્થાઓના સંકલન અને સમાજ વિકાસ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ સામેનો જવાબ પ્રજાના સ્વેચ્છિક પ્રયત્નો માંથી ઉદ્દભવસે. આમ પ્રજા જાગૃત નહીં થાય અને ભોગવાદી જીવન ચર્ચા બદલાશે નહીં ત્યાં સુધી સમાનતા શક્ય નથી…..ભાવનગર ની સેવા અને શિક્ષણની ઓળખરૂપ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલા સન્માન સમારોહના પ્રારંભે માનવ જ્યોત સંસ્થા ના અધ્યક્ષ શ્રી ફૂલીનકાન્તભાઈ લુઠિયાનું  અભિવાદન થયું… આ પ્રસંગે કાર્યક્રમના સંચાલક પ્રાધ્યાપક શ્રી પ્રવીણભાઈ ઠક્કરે તૈયાર કરેલ પુસ્તક વિમોચન બાદ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવેલ..

Follow Me:

Related Posts