G.V.K. EMRI અમરેલી 108 દ્વારા પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું
તારીખ 20/11/21ના રોજ અમરેલી જિલ્લા ના વરસડા ગામ નજીક વરતેજ થી આવતા મંજુલાબેન ગુણવંતભાઈ જોગદિયા, ઉંમર વર્ષ ૫૦ નું અકસ્માત થતાં માથામાં ગંભીર ઇજા થયાં ની જાણ થતાં અમરેલી જિલ્લા ની ૧૦૮ પંચાયત ઓફિસ ટીમ તાત્કાલિક રવાના થઈ સ્થળ પર પહોંચી દરદી ને તપાસતા માથાં મા ગંભીર ઇજા હતી એમ્બ્યુલન્સ માં પ્રાથમિક સારવાર આપી દર્દી મંજુલાબેન ગુણવંતભાઈ જોગાદિયાને સિવિલ હોસ્પિટલ અમરેલી લઈ જવાયા હતા તે દરમિયાન દર્દી એ પહેરેલા સોનાનો હાર અંદાજિત ₹ ૧૫૦૦૦૦/-, સોનાનો ચેઈન અંદાજિત ₹ ૬૦૦૦૦/- , સોનાનું મંગળસૂત્ર અંદાજિત ₹ ૯૦૦૦૦/-, ૨ નંગ સોનાની કાનની બુટી જુમકા સાથે અંદાજિત ₹ 35000/-, સોનાની ૪ બંગડીઓ તથા સોનાના પાટલા અંદાજિત ₹ ૯૦૦૦૦/-, સોનાની ૪ વીંટીઓ અંદાજિત ₹ ૮૦૦૦૦/- તથા સોનાની નાંકની ચુંક અંદાજીત₹ ૧૦૦૦/- આ બધું મળી કુલ અંદાજીત રકમ ₹ ૫૫૦૦૦૦/- તેમના સંબંધીને પરત કરી અમરેલી ૧૦૮ પંચાયત ઓફિસ લોકેશનની ટીમ ઈ એમ ટી મહેશ સોલંકીઅને પાઇલોટ આરિફભાઈ શેખ એ પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
Recent Comments