fbpx
બોલિવૂડ

પ્રિયંકા – નિકના છુટાછેડા પર પ્રિયંકાની માતાએ કહ્યું, આ બધી અફવા છે

થોડા દિવસો પહેલા જ પ્રિયંકાએ નિક સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. દિવાળીનો ફોટો શેર કરતા પ્રિયંકાએ લખ્યું કે અમારા બંનેના પહેલા ઘરમાં અમારી પહેલી દિવાળી. આ દિવાળી હંમેશા ખાસ રહેશે. આ સાંજને આનંદમય બનાવવા બદલ આપ સૌનો આભાર. આ સિવાય તે જાેનાસ બ્રધર્સના શોમાં તેને સપોર્ટ કરવા ગઈ હતી. બંનેએ સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. આ દરમિયાન પ્રિયંકાની ફિલ્મ મેટ્રિક્સનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. પ્રિયંકાનો લુક એકદમ અલગ છે અને ફેન્સ પણ તેને પસંદ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે પ્રિયંકાના આ પોસ્ટરને તેની ભાભી ડેનિયલ જાેન્સે પણ શેર કર્યું છે. હાલમાં, પ્રિયંકાએ તેની અટકમાંથી નિક જાેનાસનું નામ શા માટે દૂર કર્યું છે તે અંગે કોઈ અભિપ્રાય બનાવવો ખૂબ જ વહેલું છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન ૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયા હતા. તો બીજી તરફ છૂટાછેડાના સમાચાર વચ્ચે નિકે પોતાનો એક વર્કઆઉટ વીડિયો શેર કર્યો હતો. જેને પ્રિયંકાએ પણ લાઈક કર્યો છે. તેથી હવે ફેન્સને મૂંઝવણ થઈ રહી છે કે જાે બધુ બરાબર છે તો એક્ટ્રેસે પોતાની સરનેમ કેમ કાઢી નાખી. તમને જણાવી દઈએ કે નિક જાેનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડા જાેનાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાેનાસ એડ કરીને પોતાનું નામ બદલી નાખ્યું હતું. જાે કે, પ્રિયંકાએ જાેનાસનું નામ હટાવવાના અચાનક પગલાથી તેના ચાહકોને ચિંતામાં મુકી દીધા છે.હાલમાં જ બંનેએ સાથે મળીને એક મોટું ઘર ખરીદ્યું છે.બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને હોલિવૂડ સ્ટાર નિક જાેનાસ અવારનવાર સોશિયલ મીડિયા પર તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા અને નિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ ચર્ચાએ ત્યારે જાેર પકડયું છે જ્યારે પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઇલમાંથી નિક જાેનાસની અટક હટાવી દીધી હતી. હવે આ સમાચાર પર પ્રિયંકાની માતાનું રિએક્શન સામે આવ્યું છે. એક મીડિયા સાથે વાતચીત કરતા પ્રિયંકાની માતાએ જણાવ્યું હતું કે, ‘આ બધું બકવાસ છે. અફવાઓ ન ફેલાવો. જાેકે પ્રિયંકાએ અટક હટાવી દીધી છે, પરંતુ એક્ટ્રેસે નિકને ફોલો કર્યો છે અને અટક હટાવ્યા બાદ તેની પોસ્ટને પણ લાઈક કરી છે.

Follow Me:

Related Posts