fbpx
બોલિવૂડ

રિયાચક્રવતીએ અનુષ્કા રંજનના લગ્નમાં ૧ લાખનો ખાસ લહેંગો પહેરીને આવી

રિયાએ આ સુંદર લહેંગા સાથે યુ નેકલાઇન, ફ્લોરલ એમ્બ્રોઇડરી, મિરર વર્ક અને બેરબેક સ્લીવલેસ બ્લાઉઝ લહેંગા પસંદ કર્યો. તેણીએ તેના જ્યોર્જેટ બેઝને એરી એમ્બ્રોઇડરી સાથે મેચિંગ બ્લાઉઝ અને દુપટ્ટા નેટ બેઝ સાથે પહેર્યા હતા. લહેંગા સાથેના દેખાવને પૂર્ણ કરવા માટે રિયાએ કેટલાક આકર્ષક ઘરેણા પણ પહેર્યા હતા. રિયાએ લહેંગા સાથે શોભે તેવા સોનાની માગ ટીકા, મેચિંગ ઇયરિંગ્સ અને સ્ટિલેટો પહેર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર રિયાએ શેર કરેલા ફોટોઝમાં તેના ઘણા ચાહકોએ કમેન્ટ પણ કરી છે. એક ચાહકે તો લખી દીધુ ‘પરમ સુંદરી’આદિત્ય સીલ સાથે અનુષ્કા રંજનલગ્નના તાંતણે બંધાઇ ગયાને એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે. ધીરે ધીરે લગ્નમાં મહેમાન બનેલા સેલિબ્રીટીઝની તસવીરો સામે આવી રહી છે. રિયા ચક્રવર્તીએ પણ આદિત્ય સીલ સાથે અનુષ્કા રંજન લગ્ન અટેન્ડ કર્યા હતા. રિયાએ આ લગ્નમાં એક લાખ રૂપિયાનો બેજ લહેંગા પહેર્યો હતો. જેની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. છેલ્લા એક વર્ષથી અંધકારમય જીવન પસાર કર્યા બાદ રિયા સોશિયલ મીડિયા પર ફરીથી સ્માઇલ સાથે પાછી ફરેલી જાેવા મળી છે. ગોલ્ડન લહેંગામાં રિયા ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. રિયા તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરેલા ફોટોમાં તે સિક્વિન મેચિંગ દુપટ્ટા અને ભારે શણગારેલા લહેંગામાં અદભૂત દેખાઇ રહી છે. રિયાએ આ લહેંગા સાથે ખૂબ જ લાઇટ મેકઅપ અને અદભૂત એક્સેસરીઝ પહેરી હતી. રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે કૅપ્શન પણ લખ્યું છે – “તમે જેમાંથી પસાર થાઓ છો તેના દ્વારા વિકાસ કરો!” રિયાએ આ સાથે કેટલાક હેઝટેગ પણ ઉમેર્યા છે. રિયાનો બેજ રંગનો લહેંગો ખુબ જ આકર્ષક દેખાઇ રહ્યો હતો. રિયાએ પહેરેલો ચમકદાર લહેંગો ડિઝાઇનર લેબલ ઇઝુમી મહેતાના શેલ્ફમાંથી છે. આ ડિઝાઇનર લહેંગાની કિંમત ૧ લાખ રૂપિયા છે.

Follow Me:

Related Posts