દામનગર નગરપાલિકા નો વિચિત્ર વિકાસ પ્રાથમિક સુવિધા ને બદલે જ્યાં ત્યાં આર એન્ડ.બી ની જગ્યા અને ખુલ્લા મેદાનો પેવર બ્લોક થી મઢી દેતું તંત્ર શાસકો ની દુકાનો ચાલે તેમાં રસ ક? શાસકો ને શહેર ની આંબેડકર સોસાયટી પાસે ની ખુલ્લી ગટર ઢાંકવા માં કેમ રસ નથી ? શહેર નું વાણિજ્ય મુખ્ય બજાર માં ખૂબ મોટો વ્યવસાય વેરો ભરતા વેપારી અને ગ્રાહકો માટે સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ સુધી માં જાહેર ટોયલેટ વિહોણા બજાર માટે પ્રાથમિક સુવિધા માં કેમ રસ નથી? શહેર ની આંબેડકર નગર સોસાયટી પાસે આવેલ ખુલ્લી ગટર ઢાંકવા સરકાર પાસે બજેટ મેળવવા નું છે ? રોજ અસંખ્ય અબોલ જીવો પાણી પીવા ની લ્હાય માં ખુલ્લી ગટરો માં પડી મરણ પામી રહ્યા છે સ્થાનિક રહીશો ભારે દુર્ગધ વચ્ચે રહે છે ત્યારે શહેર ના ધામેલ રોડ ઉપર ખુલ્લી ગટર પાલિકા તંત્ર કેમ નથી ઢાંકતુ શહેર ની મુખ્ય બજારો માં રવિવારે સફાઈ વ્યવસ્થા કેમ બંધ રખાય છે ? શહેર થી બહાર રેવન્યુ અને આર એન્ડ બી ની જગ્યા માં ઝાડી ઝાંખરા ખેંચી સફાઈ કામદારો ને શહેર બહાર નહિ અંદર સફાઈ કરવો ખુલ્લી ગટર માં રોજ ભૂંડ કૂતરા નાના વાછરડા પડી મરણ પામે છે સ્થાનિક તંત્ર ખુલ્લી ગટર ઢાંકી સમસ્યા નિવારે તેવી શહેરીજનો માં માંગ ઉઠવા પામી છે
દામનગર નગરપાલિકા નો વિચિત્ર વિકાસ ખુલ્લા મેદાનો અને આર એન્ડ બી ની જગ્યા ઓ પેવર બ્લોક થી મઢી દેતા તંત્ર ને ખુલ્લી ગટર ઢાંકવા માં કેમ રસ નથી?

Recent Comments