અમરેલી જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને વિવિધ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરાયા
અમરેલી જિલ્લામાં તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી મુદત પૂર્ણ થતી કુલ ૪૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા ૩૮ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે તા.૨૯/૧૧/૨૦૨૧ ના રોજ જાહેરનામુ તથા ચૂંટણી નોટીસો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નિયત થયેલ કાર્યક્રમ અનુસાર જે તે વિધાનસભા મતવિભાગની તા.૦૧/૦૧/૨૦૨૧ ની લાયકાતની તારીખના સંદર્ભમાં તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ મતદારયાદીના આધારે તૈયાર કરવામાં આવેલ ગ્રામ પંચાયતની વોર્ડવાઈઝ મતદારયાદીનો ઉપયોગ થનાર છે, જેની સંબંધિત ગ્રામ પંચાયતના નાગરિકોને નોંધ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
Recent Comments