અમદાવાદના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને ૫૧૦૦ રૂપિયાની લાંચ લેતા ACB દ્વારા ઝડપાયા
અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને ૫૧૦૦ રૂપિયાની લાંચ લેતા છઝ્રમ્એ રંગે હાથ ઝડપી પડ્યા છે. આરોપી કોન્સ્ટેબલે અરજીમાં તપાસ કરવા માટે નાનો-મોટો વ્યવહાર કરવો પડશે કહી અને લાંચ માગી હતી. છઝ્રમ્એ છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી લાંચ લેતા હોમગાર્ડને ઝડપી લીધો હતો. બાદમાં કોન્સ્ટેબલને પણ પકડ્યો હતો. એસીબીએ હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.
છઝ્રમ્માં ફરિયાદ કરવા આવેલા ફરીયાદીએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી તે અરજીની તપાસ ખાડીયા પોલીસ સ્ટેશનની માણેકચોક પોલીસ ચોકીમાં સોંપાઈ હતી. માણેકચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણએ અરજીના કામે અરજદારનું નિવેદન લખી જણાવ્યુ હતું કે આ અરજીની તપાસ કરવા નાનો મોટો વ્યવહાર કરવો પડશે. ૨૬ નવેમ્બરના રોજ ફરીયાદી જયેન્દ્રસિંહને મળ્યા ત્યારે તેણે રૂ ૫૧૦૦ આપી જવાનું કે પહોંચાડી દેવાનું કહ્યું હતું. ફરિયાદીએ છઝ્રમ્માં ફરીયાદ કરતા છઝ્રમ્એ લાંચનું છટકું ગોઠવ્યું હતું. ૫૧૦૦ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાને લાંચની રકમ ફરીયાદીએ આપતા છઝ્રમ્એ તેમને ઝડપી લીધા હતા અને કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહની પણ ધરપકડ કરી હતી.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરીને ૭૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડન જવાનને એક જ વર્ષમાં ઘર ભેગા કરી દીધા છે. ન્ઇડ્ઢ જવાન દ્વારા લોકો સાથે બેહુડ વર્તન અને ગેરરીતિ જેવી ફરિયાદ બાદ ટ્રાફિક જેસીપી દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. તેની સાથે પોલીસ દ્વારા એવું ન થાય તે માટે આગમી સમયમાં ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે. તેની સાથે તેમને સોફ્ટ સ્કિલના પાઠ ભણવામાં આવશે.
Recent Comments