fbpx
ગુજરાત

સુરતમાં એચઆઇવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ સહિત ત્રણ એઆરટી સેન્ટર

સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટર દ્વારા મળતા આંકડાઓ મુજબ ૨૦૧૮માં એઇડ્‌સના ૪૫૮૨ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ૨૦૧૯માં ૪૧૬ દર્દીઓનો વધારો થયો હતો. ત્યારે ૨૦૨૦માં ૩૮૫ દર્દીઓ આવતા ગત વર્ષની સરખામણીએ ઓછા દર્દીઓ આવ્યા હતા. ચાલુ વર્ષમાં પણ ૨૮૪ દર્દીઓ આવતા ૨૦૨૦ની સરખામણીમાં ઓછા દર્દીઓ આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટરને હાઈ લોડ સેન્ટર કેટેગરીમાં ગુજરાતનું પ્રથમ બેસ્ટ પરફોર્મન્સમાં સ્ટાર એચીવર એવોર્ડ મળ્યો છે. જ્યારે અન્ય બે એવોર્ડ પણ દક્ષિણ ગુજરાતના બે અલગ-અલગ કેન્દ્રોને આપવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત ગુજરાતના બેસ્ટ પરફોર્મન્સ એઆરટી સેન્ટરનો એવૉર્ડ સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટરને આપવામાં આવ્યું છે. સહયોગ મહિલા મંડળના પ્રોગ્રામ ડાયરેક્ટર પંકજભાઈએ જણાવ્યું કે હાલના યુગમાં અમુક લોકો એવું સમજતા હોય છે કે અમુક નિશ્ચિત વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવાથી એઇડ્‌સ થતો હોય છે. પરંતુ સમાજમાં એવી પણ ઘણી સામાન્ય વ્યક્તિઓ ઓળખ છુપાવતી ફરે છે કે જેની સાથે શારીરિક સંબંધ બાંધવાથી મુસીબતમાં મુકાઈ જવાય છે. હાલના યુગમાં ૧૨ વર્ષના બાળકને પણ એઈડ્‌સને લગતી માહિતી આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓ અને યુવાઓને એચઆઇવી વિશે માહિતી આપવી ખૂબ જરુરી છે. જેનો એક જ ઉપાય સંયમ, સાવચેતી અને સુરક્ષિત રહેવાનું છે એચઆઈવીના સંક્રમણને લઈને લોકોમાં જાગૃતતા લાવવા માટે દર વર્ષે ૧ ડિસેમ્બરે વિશ્વભરમાં વિશ્વ એઇડ્‌સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં એચઆઇવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ સહિત ત્રણ એઆરટી સેન્ટર કાર્યરત છે. સુરતમાં છેલ્લા બે વર્ષથી એઇડ્‌સના કેસોના આંકડામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. શહેરમાં હાલ એઇડ્‌સના ૧૧ હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એઇડ્‌સને લઈને લોકોમાં જાગૃતતા આવે માટે ૧ ડિસેમ્બરે વિશ્વ એઇડ્‌સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઇડ્‌સએ હાલના યુગમાં એક સ્વાસ્થ્ય પ્રત્યેની એક મોટી સમસ્યા છે. એચઆઈવી એઇડ્‌સ રોગ જીવલેણ ગંભીર રોગ છે. તબીબી ભાષામાં તેને હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઇવી) તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સામાન્ય ભાષામાં એઇડ્‌સનો અર્થ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિસિયન્સી સિન્ડ્રોમ થાય છે. આ રોગ વ્યક્તિના શરીરની રોગપ્રતિકારકને નુકસાન પહોંચાડે છે. જેથી વ્યક્તિનું શરીર સામાન્ય રોગો સામે પણ લડવામાં અસમર્થ બની જાય છે.
ડબ્લ્યુએચઓ એ વર્ષ ૨૦૨૧ ની થીમ ‘અંત અસમાનતા, એઇડ્‌સનો અંત’ રાખી છે. એચઆઈવી અને એઈડ્‌સના દર્દીઓમાં, વાયરસ નિયંત્રણમાં આવવા માટે નિયમિત બ્લડ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવે છે. સ્મીમેર હોસ્પિટલમાં ૯૫ ટકાથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્મીમેરના એઆરટી સેન્ટરમાં સામાન્ય અને ગંભીર દર્દીઓને અલગ-અલગ ઓપીડીમાં બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે, ડૉક્ટરો ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે સામાન્ય દર્દીઓને એકથી બે મહિનામાં ફોન કરીને દવાઓ આપવાની વ્યવસ્થા કરાઈ છે.

Follow Me:

Related Posts