સંજય દત્ત અરૂણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો
અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને અસેમ્બલીના સ્પીકર પસાંગ સોના દોર્જીએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની ઘોષણા કરી હતી. સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેનથી ડિબુગઢ પહોંચ્યો હતો અને તેના પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી સોમવારે બપોરે પહોંચ્યો હતો. આ પ્રસંગે એક વીડિયો શૂટ કરીને એક કેમ્પેઇન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સંજય દત્ત એક યૂથ આઇકોન, નેચર લવર, નશામુક્તિના પ્રતીક તરીકે જાેવા મળી રહ્યો છે. આ કેમ્પેન દ્વારા રાજ્યમાં ટુરિઝમને વધારવાની યોજના છે. આ સાથે જ સંજય દત્ત સ્થાનિક યુવાનોની સાથે નશામુક્તિ માટે પણ કામ કરશે. રાજ્યમાં હાલ આ સમસ્યા વધવા લાગી હોવાથી તેને નાબૂદ કરવાના પણ સરકાર પ્રયાસ કરી રહી છે. બોલીવૂડ સેલિબ્રિટીસ મોટા ભાગે કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ સાથે જાેડાતા હોય છે. આ પહેલા પણ ઘણા સુપરસ્ટાર સરકારી યોજનાઓના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હાલ સંજય દત્ત અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.
Recent Comments