fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા સહિત રાજયભરના દિવ્‍યાંગોને ન્‍યાય આપવા માંગ

અમરેલી ખાતે આજે દિવ્‍યાંગ અધિકાર મંચ દ્વારા સમાજ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, (1) ગુજરાત રાજયના તમામ દિવ્‍યાંગોને રૂા. પ000/- મહીને પેન્‍શન મળવું જોઇએ. (ર) જે ઘરમાં દિવ્‍યાંગ હોય તેને ધારાધોરણ મુજબ 0 થી 16 બીપીએલ યાદીમાં સામેલ કરવું અન્‍યથા સરકારી દિવ્‍યાંગીન યોજનાઓમાંથી બીપીએલમાંથી નાબુદ કરવું. (3) ગુજરાત રાજયમાં દિવ્‍યાંગ વિકાસ નિગમની રચના કરી સીધા ધિરાણની લોન ઉપલબ્‍ધ કરાવવી. નિગમની લોનમાં જામીન કે ગીરોખત નાબુદ કરવુ. પદાધિકારીમાં નિમણુંક દિવ્‍યાંગોની કરવી. (4) ર016ના દિવ્‍યાંગ ધારાનો ગુજરાતમાં ચુસ્‍તપણે અમલ કરવામાં આવે.               (પ) પંચાયત થી પાલામેન્‍ટ સુધી પ્રતિનિધિત્‍વ આપવામાં આવે.                (6) રોજગાર ભરતી મેળા યોજી દિવ્‍યાંગ લોકોને રોજગારી આપવામાં આવમાં આવે. સહિતની માંગ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts